Bharuch:હાંસોટ ખાતે કૌશલ તાલીમ વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કોલોબ્રેટીંગ એજન્સી કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટ હાંસોટના સાનિધ્યમાં કૌશલી તાલીમ વર્ગો જેવા કે આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટીકેર આસીસ્ટને હાંસોટ ખાતે શુભારંભ કરવામાં આવ્યો. જેમાં 40 જેટલી યુવતિઓને સિધ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી વિણાબેન ચાંપાનેરીયા, રિસોર્સ પર્સન નયનાબેન પટેલ, હિનાબેન, તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝયનુલ આબેદીન સૈયદે તાલીમાર્થી બહેનોને ભારત સરકારની આ યોજના તાલીમનું મહત્વ સિધ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને એનસીઈવીટી પ્રમાણપત્ર અંગે સ્વરોજગારી અને આત્મ નિર્ભરતા માટે સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહીતી પુરી પાડી હતી. અતિથિ વિશેષ પદેથી વિણાબેન ચાંપાનેરીયાએ આવા આત્મનિર્ભર, સ્વરોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો ચલાવવામાં મદદરૂપ થવા આ સંસ્થાન અને તેના સંચાલકો, હોદ્દેદારોનો આભાર વ્યકત કર્યો હતો અને આવા અન્ય વિશેષ તાલીમ કાર્યક્રમો આ વિસ્તારમાં યોજાય તેવી રજુઆત કરી હતી. અંતે સંસ્થાના એકાઉન્ટન્ટ જઈમ કાગઝીએ કાર્યક્રમમાં ઉપસ્થિત હાજરજનોનો આભાર વ્યકત કરી સમાપન કર્યુ હતુ.
What's Your Reaction?






