Bharuchમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી, ગટરના પાણી બેક મારતા સ્થાનિકોમાં રોષ

May 28, 2025 - 08:00
Bharuchમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી, ગટરના પાણી બેક મારતા સ્થાનિકોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રે પડેલા કમોસમી ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 7ની નવી વસાહતમાં અંડરગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ,ગટરમા વારંવાર અવરોધ સર્જાતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી.

પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી ગટરની સફાઈ કરી

સ્થાનિકોએ અગાઉ અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરવા છતાં ગટરની યોગ્ય સાફ સફાઈનો પ્રશ્ન યથાવત રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગતરાત્રે પડેલા વરસાદના પગલે ગટર ઓવરફ્લો થતા નાળાની માફક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનાને પગલે અનેક લોકોનો રોષ ફાટ્યો હતો અને કેટલાક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપના કોર્પોરેટરો સામે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "આવતા ચૂંટણીમાં કમળને મત આપતા પહેલાં વિચારવું પડશે."જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગટર સફાઈની કામગીરી હાથ ધરી હતી.

ભરૂચના વોર્ડ નંબર 8માં પણ ગંદકીની સમસ્યા

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલા ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીની સમસ્યા વકરી છે. તાજેતરના વરસાદ બાદ પરિસ્થિતિ વધુ કથળી છે. સ્થાનિક રહીશોએ નગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરી છે. જોકે, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0