Bharuchના અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ!

Nov 3, 2026 - 16:00
Bharuchના અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક મથક ગણાતા અંકલેશ્વર જીઆઇડીસી (Ankleshwar GIDC) વિસ્તારમાંથી આગની એક ગંભીર ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDC માં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના સોલ્વન્ટ ડિસ્ટીલેશન પ્લાન્ટમાં આ આગ લાગવાને કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ

આગની આ દુર્ઘટનાને પગલે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હતી. હાલ ઘટનાસ્થળે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ

આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયર જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગની આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થયાના અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ કંપનીમાં વ્યાપક નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, અને સ્થિતિ પર કાબૂ આવ્યા બાદ જ વધુ વિગતો સામે આવશે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0