Bharuch:જિલ્લા કલેક્ટરનો સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વાર્તાલાપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 24 વર્ષ પહેલા 7 ઓકટોબર 2001 ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી જેમાં 24 વર્ષ પુર્ણ થતા સમગ્ર રાજયમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ઉત્સાહપુર્વક વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ વિકાસ સપ્તાહની આ ઉજવણી થકી અનેક લોકો સુધી પહોંચી રહી છે. આ યોજનાઓને છેવાડાના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યુ છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મંત્રને આ ઉજવણી થકી સાકાર કરવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ભરૂચ જિલ્લાના સોશિયલ મિડીયા પ્રભાવકો સાથે વિકાસ સપ્તાહ અભિયાન અંગે સંવાદ કર્યો હતો. જેમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર અલગ અલગ કામગીરી અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને તમે પણ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પરથી વધુમાં વધુ લોકોને આ અંગેનો જાગૃતિ સંદેશ પહોંચાડવા અપીલ કરી હતી. આ તકે ભરૂચ જિલ્લાના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવાના દ્રઢ સંલ્કપ સાથે, કલેકટર ગૌરાંગ મકવાણાએ સોશિયલ મિડીયા ઈન્ફલુંએન્સર્સ સાથે એક ફળદાયી સંવાદ યોજાયો હતો. કલેકટર ગૌરાંગ મકવાણાએ વિશાળ વિઝન સાથે ભરૂચના વિકાસની પરિકલ્પના, ભાવિ વિકાસ માટેનો એક સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો. શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ ક્ષેત્રે રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ પર ભાર મુકયો હતો. તેમણે ઉદાહરણો સહિત સમજાવ્યુ કે કેવી રીતે આ યોજનાઓ થકી સામાન્ય લોકોના જીવન ધોરણમાં સકારાત્મક અને ક્રાંતિકારી બદલાવ આવ્યો છે.સાથે જ સરકારી કામગીરી અને પ્રાઈવેટ સેકટર વચ્ચેની કામગીરીનો ભેદ સમજાવી માનવીય અભિગમથી વાત કરી હતી તેમણે વિકસિત ભારતના હેતુઓથી પ્રભાવકોને અવગત કરાવ્યા હતા. વધુમાં છેલ્લા 24 વર્ષમાં ભારતના વિકાસ સાથે ગુજરાતનું ગૌરવશાળી સ્થાન અને તેમાં પણ ભરૂચ જિલ્લાના અમૂલ્ય યોગદાન પર કેન્દ્રીત વાતોની ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લો જે તેની ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક ગતિવિધિઓ માટે જાણિતો છે તેણે ગુજરાતને દેશના વિકાસમાં અગ્રેસર રાખવામાં મોટો ફાળો આપ્યો છે. ગુજરાતના આર્થિક વિકાસમાં ભરૂચ મહત્વપુર્ણ ભાગ વિશે ચર્ચા કરી હતી. કલેકટરને જિલ્લામાં આવી રહેલા નવા અને મહત્વપુર્ણ પ્રોજેકટસની જાણકારી આપી હતી.
What's Your Reaction?






