Bharuch:જંબુસરમાં બે સરકારી શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાવાભાગોળ પ્રાથમિક શાળા અને હાજી કન્યા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ શુક્રવારે એસ.એન્ડ આઇ. સી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત સમારંભમાં કરવામાં આવ્યું હતું.
સમારોહના મુખ્ય અતિથિ તરીકે જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના હસ્તે આ બંને શાળાના રૂ. 1.90કરોડના ખર્ચે નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વી.શાહ, ભાજપ જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલભાઈ રોહિત, ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના ઉપપ્રમુખ અને તાલુકા સંઘના પ્રમુખ દિનેશભાઈ મકવાણા, જંબુસર તાલુકા ઘટક સંઘના મહામંત્રી શંકરભાઈ પઢીયાર, બી.આર.સી કોર્ડીનેટર અશ્વિનભાઈ પઢીયાર, શાળા મેનેજમેન્ટ સમિતિના સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાવાભાગોળ પ્રાથમિક શાળાના આચાર્ય હરિસંગ સી. પરમાર અને હાજી કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય રાહુલ કુમાર બી. મોરી સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં આ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ રાણા તથા મિનાજબેન પનારવાલાએ કર્યું હતું.
What's Your Reaction?






