Bharuch:ખેડૂતોની જાગૃતિના પગલે ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો

Aug 21, 2025 - 05:00
Bharuch:ખેડૂતોની જાગૃતિના પગલે ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પર્યાવરણને અનુકુળ અને આર્થિક રીતે લાભદાયી પ્રાકૃતીક ખેતી પ્રત્યે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં જાગૃતિ વધી રહી છે. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યેની વધતી જાગૃતિથી રસાયણમુકત ખેતીને વેગ મળ્યો છે. આ જાગૃતિના પરિણામે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો (બાયો ઈનપુટ) જેવા કે જીવામૃત, બીજામૃત, ઘન-જીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્કના વેચાણમાં ચાલુ વરસે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ઉપલબ્ધી જિલ્લાના ખેડૂતોની પ્રાકૃતિક ખેતી તરફ વધતી જાગરૂકતા અને રસાયણિક ખાતરોના વિકલ્પના રૂપમાં પર્યાવરણ અનુકુળ પ્રાકૃતિક સંસાધનોની સ્વીકૃતિ દર્શાવેલ છે.

ભરૂચના ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વિકલ્પ તરીકે પર્યાવરણને અનુકુળ પ્રાકૃતિક સંસાધનોને સ્વીકારી રહ્યા છે. ખેડૂતો હવે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી વિકલ્પો તરફ વળ્યા છે. આ પરિવર્તન પાછળ જિલ્લાની આત્મા કચેરી દ્વારા આયોજીત જાગૃતિ કાર્યક્રમો અને સઘન તાલીમોનું આયોજન મુખ્ય કારણ છે. જિલ્લાની આતમા કચેરી દ્વારા આયોજીત સઘન જાગૃતિ કાર્યક્રમો અને તાલીમોના ફળ સ્વરૂપે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધ્યુ છે.

ભરૂચ જિલ્લાના ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની દિશામાં એક મોટુ પગલુ ભર્યુ છે જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે. તાજેતરમાં જિલ્લાના ખેડૂતોએ વિવિધ પ્રાકૃતિક ઈનપુટ ઉત્પાદનોનું ઉત્પાદન કરી તેને સફળતાપુર્વક વેચાણ કર્યુ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0