Bharuch: શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ શહેરમાં કોરોનાનો પગપેસારો થયો છે. શહેરના પશ્વિમ વિસ્તારની મહિલાની બે દિવસની સારવાર બાદ રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. મહિલાને હાલ સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે.
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં રહેતી 48 વર્ષની મહિલાની તબિયત લથડતાં તેમને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયાં હતાં. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરાવવા સાથે વિવિધ રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતાં. દરમિયાનમાં તેમને સ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યા ઉભી થતાં તેમનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં બધા રિપોર્ટની સાથે રેપિડ ટેસ્ટનો રિપોર્ટ પણ આવતાં હોસ્પિટલમાં અચાનક માહોલ સંગીન થઈ ગયો હતો. મહિલાને કોરોનાના લક્ષણો હોવાનું રિપોર્ટમાં આવતાં ખાનગી હોસ્પિટલના સંચાલકે તુરંત એક્શનમાં આવી તેને એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાને ભરૂચ સિવિલમાં તકેદારીના ભાગરૂપે અગાઉથી તૈયાર કરવામાં આવેલાં આઈસોલેશન વોર્ડમાં મહિલાને દાખલ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતુ. મહિલાનો રેપિડ એન્ટીજેન ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હાલમાં મહિલાને કોરોનાના લક્ષણો હોવાથી શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કર્યાં છે. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આરટીપીસીઆર રિપોર્ટમાં કોરોના પોઝિટીવ હોય તો તે કોરોના દર્દી ગણી શકાય. હાલમાં શંકાસ્પદ કોરોના દર્દી તરીકે તેમની સારવાર ચાલી રહી છે.
What's Your Reaction?






