Bharuch: શહેર-જિલ્લામાં ચાર સ્થળે આયોજિત સમર યોગ કેમ્પનું સમાપન

Jun 6, 2025 - 04:30
Bharuch: શહેર-જિલ્લામાં ચાર સ્થળે આયોજિત સમર યોગ કેમ્પનું સમાપન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમર કેમ્પમાં 7 થી 15 વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કેમ્પ દરમ્યાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં જીએનએફસી, વડદલા ગામ, મંગલદીપ સોસાયટી લીંકરોડ, જીઆઈએલ કોલોની જીઆઈડીસી અંકલેશ્વર લગભગ 450 થી પણ વધારે બાળકોએ ઉત્સાહપુર્ણ રીતે ભાગ લીધો હતો. બાળકોએ આ સમર યોગ કેમ્પનો લાભ મેળવ્યો હતો. આ કેમ્પમાં બાળકોને શિક્ષણની સાથે સાથે માતા-પિતા, ગુરૂ અને પરીવાર સાથે સુમેળભર્યા સંબંધો જાળવી સમાજમાં સકારાત્મક ભૂમિકા ભજવવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. બાળકો દેશનું ભવિષ્ય હોવાથી તેઓ ભવિષ્યમાં સક્ષમ નાગરિક બને એવી સમજણ અને કેળવણી સર્ટિફાઈડ કોચ અને ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી.

વધુ બાળકોને આ સમય યોગ કેમ્પનો લાભ મેળવ્યો હતો. આ કેમ્પમાં બાળકોને શિક્ષણની સાથે સાથે માતા-પિતા, ગુરૂ અને પરિવાર સાથે સુમેળભર્યા સંબંધો જાળવી સમાજમાં સકારાત્મક ભૂમિકા ભજવવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. બાળકો દેશનું ભવિષ્ય હોવાથી તેઓ ભવિષ્યમાં સક્ષમ નાગરિક બને એવી સમજણ અને કેળવણી સર્ટિફાઈડ કોચ અને ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી. સમાપન સમારોહમાં અતિથિઓ, દાતાઓ, બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાળકોએ યોગ પ્રદર્શન અનેતેમના અનુભવ વર્ણન રજુ કર્યા હતા જે નિહાળી વાલીઓ અભિભૂત થયા હતા. દાતાઓ દ્વારા બાળકોને ઉપહાર આપવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી તેમજ પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટીફિકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0