Bharuch: વેડચ પંચાયતની ગંભીર બેદરકારી, બાઈક સવાર ખાડામાં ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જંબુસરના વેડચમાં ખાડામાં બાઈક સવાર ખાબક્યો હતો. વેડચ ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે. પાણીની પાઈપ લાઇન રીપેરીંગ કરવા માટે ખોદવામાં આવેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઈક સવાર ખાબક્યો હતો.બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. ગ્રામજનોએ બાઈકને ખાડામાંથી બહાર કાઢ્યું હતું.
બાઈક સવાર ખાડામાં ખાબક્યો
વેડચમાં ખાડામાં બાઈક સવાર ખાબક્યો હતો. પાણીની પાઈપ લાઈન રીપેરીંગ કરવા માટે રસ્તામાં ખોદી દેવામાં આવ્યો હતો. ખાડાની આજુબાજુ કોઈ બેરીકેટ ન કરતા બાઈક ચાલક 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો.ગામમાં 10 દિવસથી પીવાનું પાણી ના આવવાના કારણે રીપેરીંગ માટે ખોદવામાં આવ્યો હતો.
ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી
ખાડો ખોદે કોઈ અને પડે કોઈની ઘટના સામે આવી છે. વેડચમાં રસ્તા વચ્ચે ખોદેલા ખાડામાં બાઈક સવાર ખાબકતા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે. ખાડો ખોદીને બેરીકેટ ન કરતા બાઈક સવાર 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો.સદનસીબે બાઈક સવારનો આબાદ બચાવ થયો છે.
What's Your Reaction?






