Bharuch: વાલિયાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલા ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચર અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા નહતા અને ત્યારબાદ સરપંચ, તલાટી સહિતના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી. જ્યારે ધોળગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના તમામ ગેરકાદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
દીવ ફોરેસ્ટ વિભાગની જમીન પર દબાણ દૂર કરાયું
બીજી તરફ દીવના નાગવા બીચ ખાતે પણ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. દીવ ફોરેસ્ટ વિભાગની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણને દુર કરવા માટે તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને આ એક્શન પ્લાન મુજબ જ સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ હતુ અને જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન કોઈ ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
ફોરેસ્ટ વિભાગની જમીન પર કરાયું હતું દબાણ
દીવ ભાજપ પ્રમુખ મોહન લક્ષ્મણના વિસ્તાર નાગવામાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી આ વિસ્તારમાં રહેતા રહીશોના મકાન તોડી પડાતા તેઓ ઘર વિહોણા થયા હતા. પોતાની સંપત્તિ તોડી પડાતા સ્થાનિકોમાં રોષ અને ભાવુક થતા આસું પણ જોવા મળ્યા હતા. સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો હટાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરકારી જમીન સાફ કરવામાં આવતા ઘણા લોકો ઘર વગરના થઈ ગયા છે.
What's Your Reaction?






