Bharuch: ભરૂચ -અંકલેશ્વરમાં જાહેરનામાના ભંગ અંગે 40 જેટલા કેસો કરાયા

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજન અંગે મહત્વની કામગીરી કરાઈસીસીટીવી નહીં લગાડેલ અને મકાનો ભાડે આપતા ફરિયાદ નોંધાઇ જેમાં એસઓજી પોલીસ દ્વારા જાહેરનામાંના ભંગ અંગે વિવિધ 40 કેસો કરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચ જિલ્લામાં 6 સ્થાનકો ખાતે આવનાર તા.7મી જુલાઈના રોજ રવિવારે યોજાનાર છે. ત્યારે આ રથયાત્રાઓ શાંતિપુર્ણ સંપન્ન થાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ આગોતરા પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં એસઓજી પોલીસ દ્વારા જાહેરનામાંના ભંગ અંગે વિવિધ 40 કેસો કરવામાં આવ્યા છે. આ અંગે વિગતે એસઓજી પીઆઈ એ.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એચ. વાઢેર તથા પીએસઆઈ આર.એસ. ચાવડા એસઓજી ભરૂચ તેમજ અન્ય સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા રૂટ ઉપર આવેલ મકાન તેમજ દુકાન, ભાડુઆત, આંગડીયા પેઢી, જ્વેલર્સ, પ્રાવેઈટ સીકયુરીટી, પથિક સોફટવેર, હોટલ તેમજ ગેસ્ટહાઉસ વગેરે ચેક કરતા સીસીટીવી નહીં લગાડેલ તેમજ મકાન અને દુકાનો ભાડે આપી દુકાનમાલિક અને વહીવટકર્તાએ દુકાન ભાડે આપ્યા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મકાન તેમજ દુકાનો જે ભાડુઆતને આપેલ તેની માહિતી અંગેની નોંધણી નહીં કરાવતા તે અંગે વિવિધ જાહેરનામાંના ભંગના 40 કેસો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ શહેર એ.ડીવીઝન વિસ્તારમાં 10 કેસો, બી.ડીવીઝન વિસ્તારમાં 10 કેસો, અંકલેશ્વર શહેર એ.ડીવીઝનમાં 10 કેસો અને તેવી જ રીતે અંકલેશ્વર શહેર બી.ડીવીઝનમાં પણ 10 કેસો દાખલ કરવામાં આવ્યા છે. હજી પણ આવી જ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચનું આયોજન ભરૂચ જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં 6 જેટલી ભગવાન જગન્નાથનું રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ છેલ્લા કેટલાય દિવસોથી આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે. જેના એક ભાગરૂપે રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. વડોદરા આઇજી સંજયસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં આજે ભરૂચ નગરના સોનેરી મહેલ સુધીના રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અગાઉ પણ વિવિધ વિસ્તારોમાં પોલીસ અમલદારોની અધ્યક્ષતા અને આગેવાનીમાં ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન વાહન વ્યવહાર ઉપર અંશત પ્રતિબંધ ભરૂચ : ભરૂચ શહેરમાં તા.7-7-24 ના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 16.00 થી કલાક 22.00 સુધી ફુરજા ખાતે આવેલ છે. દત્ત મંદિરથી નીકળી મોટા બજાર ચાર રસ્તા, કતોપોર સ્લોપ, ચોકસીવાડ, લાલબજાર, , જુના બજાર, લલ્લુભાઈ ચકલા, નવાડેરા, આચારવાડ ખડકી, સોનેરી મહેલ સર્કલ થઈ મોટા ભોઈવાડ ખાતે આવેલ ઘોઘારાવ મંદિર ખાતે પુર્ણ થનાર છે.જેથી મોટાબજાર ચારરસ્તાથી કતોપોર સ્લોપ સુધીનો રસ્તો, વડાપાડા નાકા ચોકસીવાડથી લાલબજાર, પશ્ચિમ ચૂનારવાડ, લલ્લુભાઈ ચકલાથી હાજીખાના બજાર, હાજીખાના બજારથી સોનેરી મહેલ સર્કલ રૂટનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. આ રૂટના રસ્તા બંધ થવાથી ડાયવર્ઝન તરીકે ફાટા તળાવ, છીપવાડ થઈ મોટાબજાર ચાર રસ્તા, લાલબજાર, જુના બજાર, સોની બજાર સોનેરી મહેલ સર્કલ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરી શકાશે.

Bharuch: ભરૂચ -અંકલેશ્વરમાં જાહેરનામાના ભંગ અંગે 40 જેટલા કેસો કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજન અંગે મહત્વની કામગીરી કરાઈ
  • સીસીટીવી નહીં લગાડેલ અને મકાનો ભાડે આપતા ફરિયાદ નોંધાઇ
  • જેમાં એસઓજી પોલીસ દ્વારા જાહેરનામાંના ભંગ અંગે વિવિધ 40 કેસો કરવામાં આવ્યા છે

ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચ જિલ્લામાં 6 સ્થાનકો ખાતે આવનાર તા.7મી જુલાઈના રોજ રવિવારે યોજાનાર છે. ત્યારે આ રથયાત્રાઓ શાંતિપુર્ણ સંપન્ન થાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ આગોતરા પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં એસઓજી પોલીસ દ્વારા જાહેરનામાંના ભંગ અંગે વિવિધ 40 કેસો કરવામાં આવ્યા છે.

આ અંગે વિગતે એસઓજી પીઆઈ એ.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એચ. વાઢેર તથા પીએસઆઈ આર.એસ. ચાવડા એસઓજી ભરૂચ તેમજ અન્ય સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા રૂટ ઉપર આવેલ મકાન તેમજ દુકાન, ભાડુઆત, આંગડીયા પેઢી, જ્વેલર્સ, પ્રાવેઈટ સીકયુરીટી, પથિક સોફટવેર, હોટલ તેમજ ગેસ્ટહાઉસ વગેરે ચેક કરતા સીસીટીવી નહીં લગાડેલ તેમજ મકાન અને દુકાનો ભાડે આપી દુકાનમાલિક અને વહીવટકર્તાએ દુકાન ભાડે આપ્યા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મકાન તેમજ દુકાનો જે ભાડુઆતને આપેલ તેની માહિતી અંગેની નોંધણી નહીં કરાવતા તે અંગે વિવિધ જાહેરનામાંના ભંગના 40 કેસો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ શહેર એ.ડીવીઝન વિસ્તારમાં 10 કેસો, બી.ડીવીઝન વિસ્તારમાં 10 કેસો, અંકલેશ્વર શહેર એ.ડીવીઝનમાં 10 કેસો અને તેવી જ રીતે અંકલેશ્વર શહેર બી.ડીવીઝનમાં પણ 10 કેસો દાખલ કરવામાં આવ્યા છે. હજી પણ આવી જ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચનું આયોજન

ભરૂચ જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં 6 જેટલી ભગવાન જગન્નાથનું રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ છેલ્લા કેટલાય દિવસોથી આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે. જેના એક ભાગરૂપે રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. વડોદરા આઇજી સંજયસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં આજે ભરૂચ નગરના સોનેરી મહેલ સુધીના રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અગાઉ પણ વિવિધ વિસ્તારોમાં પોલીસ અમલદારોની અધ્યક્ષતા અને આગેવાનીમાં ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન વાહન વ્યવહાર ઉપર અંશત પ્રતિબંધ

ભરૂચ : ભરૂચ શહેરમાં તા.7-7-24 ના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 16.00 થી કલાક 22.00 સુધી ફુરજા ખાતે આવેલ છે. દત્ત મંદિરથી નીકળી મોટા બજાર ચાર રસ્તા, કતોપોર સ્લોપ, ચોકસીવાડ, લાલબજાર, , જુના બજાર, લલ્લુભાઈ ચકલા, નવાડેરા, આચારવાડ ખડકી, સોનેરી મહેલ સર્કલ થઈ મોટા ભોઈવાડ ખાતે આવેલ ઘોઘારાવ મંદિર ખાતે પુર્ણ થનાર છે.જેથી મોટાબજાર ચારરસ્તાથી કતોપોર સ્લોપ સુધીનો રસ્તો, વડાપાડા નાકા ચોકસીવાડથી લાલબજાર, પશ્ચિમ ચૂનારવાડ, લલ્લુભાઈ ચકલાથી હાજીખાના બજાર, હાજીખાના બજારથી સોનેરી મહેલ સર્કલ રૂટનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. આ રૂટના રસ્તા બંધ થવાથી ડાયવર્ઝન તરીકે ફાટા તળાવ, છીપવાડ થઈ મોટાબજાર ચાર રસ્તા, લાલબજાર, જુના બજાર, સોની બજાર સોનેરી મહેલ સર્કલ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરી શકાશે.