Bharuch નજીક નર્મદા નદીનું જળસ્તર 20 ફૂટની સપાટીએ પહોંચ્યું
નર્મદા ડેમમાંથી છોડાઈ રહ્યું છે 2 લાખ ક્યૂસેક પાણી નર્મદાનું વોર્નિંગ લેવલ 22 ફૂટ સુધી છે હાલમાં નર્મદાનું જળસ્તર 20 ફૂટની સપાટીએ નજરે પડ્યું ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી બે લાખની આસપાસ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે.હાલ નર્મદામાં પૂરને લઈ કોઈ ચેતવણી આપવામાં આવી નથી,ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.વાલિયા તાલુકામાં આભ ફાટયું વાલિયા તાલુકામાં આભ ફટતા અંદાજીત 12 કલાકથી વધુ સમયમાં 14. ઈંચ વધુ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે નદી નાળા સહીત કિમ નદી ઉભરાતા ડહેલી, દેસાડ અને સોડગામ ગામમાં પાણી ભરાયા હતા,અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. કિમ નદીના જળસ્તરમાં વધારો થતા લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો.આ ઉપરાંત ટોકરી નદી ઉભરાતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ભરૂચમાં ભારે વરસાદ સમગ્ર રાજય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ભરૂચ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં સતત કામગીરી કરી રહ્યુ છે.હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ભરૂચમાં ભારે વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.સાથે સાથે ભરૂચના તમામ ડેમો અને નદીઓ પાણીથી છલોછલ થઈ ગઈ છે. ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભારે વરસાદ વરસતા કાછોટા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યા છે અને ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે અને સમીક્ષા પણ કરી છે અને થોડા સમયમાં જ તંત્ર દ્વારા રેસ્ક્યૂ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નર્મદા ડેમમાંથી છોડાઈ રહ્યું છે 2 લાખ ક્યૂસેક પાણી
- નર્મદાનું વોર્નિંગ લેવલ 22 ફૂટ સુધી છે
- હાલમાં નર્મદાનું જળસ્તર 20 ફૂટની સપાટીએ નજરે પડ્યું
ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી બે લાખની આસપાસ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે.હાલ નર્મદામાં પૂરને લઈ કોઈ ચેતવણી આપવામાં આવી નથી,ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
વાલિયા તાલુકામાં આભ ફાટયું
વાલિયા તાલુકામાં આભ ફટતા અંદાજીત 12 કલાકથી વધુ સમયમાં 14. ઈંચ વધુ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે નદી નાળા સહીત કિમ નદી ઉભરાતા ડહેલી, દેસાડ અને સોડગામ ગામમાં પાણી ભરાયા હતા,અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. કિમ નદીના જળસ્તરમાં વધારો થતા લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો.આ ઉપરાંત ટોકરી નદી ઉભરાતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
ભરૂચમાં ભારે વરસાદ
સમગ્ર રાજય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ભરૂચ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં સતત કામગીરી કરી રહ્યુ છે.હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ભરૂચમાં ભારે વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.સાથે સાથે ભરૂચના તમામ ડેમો અને નદીઓ પાણીથી છલોછલ થઈ ગઈ છે.
ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી
ભારે વરસાદ વરસતા કાછોટા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યા છે અને ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે અને સમીક્ષા પણ કરી છે અને થોડા સમયમાં જ તંત્ર દ્વારા રેસ્ક્યૂ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.