Bharuch: ઝઘડિયા GIDCમાં કાચની સ્લાઈડનો જથ્થો કામદાર પર પડતા મોત નિપજ્યું

Jun 8, 2025 - 21:30
Bharuch: ઝઘડિયા GIDCમાં કાચની સ્લાઈડનો જથ્થો કામદાર પર પડતા મોત નિપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચની ઝઘડિયા GIDCમાં એક કામદારનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. GIDCમાં સ્થિત સેન્ટ ગ્લોબિન કંપનીમાં કામ કરતાં એક કામદારનું મોત થયું છે. કાચની સ્લાઈડનો એક જથ્થો કામદાર પર પડ્યો હતો. આ દરમિયાન કામદારને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

કાચની સ્લાઈડનો જથ્થો યુવક પર પડતા મોત

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી સેન્ટ ગ્લોબિન કંપનીમાં એક કામદારનું મોત નિપજ્યું છે. કાચની સ્લાઇડનો મોટો જથ્થો ટ્રકમાં લોડિંગ દરમિયાન 25 વર્ષીય આકાશ વસાવા ઉપર પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત આકાશને અંકલેશ્વરની જયા બેન મોદી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આકાશ વસાવા ઝઘડિયા તાલુકાના આંબોસ ગામનો રહેવાસી

મૃતક કામદાર આકાશ વસાવા ઝઘડિયા તાલુકાના આંબોસ ગામનો રહેવાસી છે. તે સેન્ટ ગ્લોબિન કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો.કંપનીમાં દધેડાના ડેપ્યુટી સરપંચના ચાલતા કોન્ટ્રાક્ટમાં આકાશ કામ કરતો હતો. કામદાર આકાશનું મોત થતાં તેના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0