Bharuch: આમોદમાં કાર્યક્રમ દરમિયાન તલાટીની તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા; એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Nov 15, 2026 - 13:30
Bharuch: આમોદમાં કાર્યક્રમ દરમિયાન તલાટીની તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા; એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આજે આયોજિત જનજાતિ ગૌરવ દિવસના કાર્યક્રમ દરમિયાન એક કર્મચારીની તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. આમોદ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે દરમિયાન નાહિયેર ગામના તલાટીની અચાનક તબિયત લથડી હતી અને તેઓ કમ્પાઉન્ડમાં જ ઢળી પડ્યા હતા. તલાટી કર્મી અચાનક ઢળી પડતા સ્થળ પર હાજર અધિકારીઓ અને અન્ય કર્મચારીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી.

નાહિયેર ગામના તલાટીની અચાનક તબિયત લથડી

ઘટનાની જાણ થતાં જ તલાટી કર્મીને તાત્કાલિક આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આમોદ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકાના અધિકારીઓ અને તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા.

જનજાતિ ગૌરવ દિવસના કાર્યક્રમમાં બની ઘટના

કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન નાહિયેર ગામના તલાટીને અચાનક અસ્વસ્થતા જણાતા તેમની તબિયત લથડી હતી અને તેઓ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં જ ઢળી પડ્યા હતા. તલાટી કર્મી ઢળી પડતાની સાથે જ આસપાસ હાજર સ્ટાફ અને આયોજકો તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા. પ્રાથમિક મદદ બાદ તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Amreli: સફારી પાર્કમાં સિમ્બા સિંહના વાયરલ વીડિયો અંગે ધારી ઇન્ચાર્જ ACF અમિત વાણીયાએ સત્ય હકીકત કરી ઉજાગર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0