Bharuch News: આમોદ-કરજણ હાઈવે પર ચકલાડ નજીક ટ્રિપલ અકસ્માત, ટ્રક, આઈશર અને ઇનોવા વચ્ચે ટક્કર, સર્જાયો ટ્રાફિક જામ

Apr 4, 2026 - 02:00
Bharuch News: આમોદ-કરજણ હાઈવે પર ચકલાડ નજીક ટ્રિપલ અકસ્માત, ટ્રક, આઈશર અને ઇનોવા વચ્ચે ટક્કર, સર્જાયો ટ્રાફિક જામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના આમોદ-કરજણ માર્ગ પર આજે એક મોટો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ચકલાડ ગામ નજીક ટ્રક, આઈશર ટેમ્પો અને એક ઇનોવા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર

ઘટનાની મળતી માહિતી અનુસાર, આમોદ-કરજણ માર્ગ પરથી પસાર થઈ રહેલા ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, તેને જોવા માટે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને અંદાજે 3 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

પોલીસે ટ્રાફિક હળવો કર્યો

અકસ્માતની જાણ થતા જ આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર ખસેડીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ હાઈવે પર ફરીથી વાહનવ્યવહાર સુરુચિબદ્ધ રીતે કાર્યરત થયો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Bharuch: ભરૂચ ખાતે રાજયકક્ષાની બ્લાઈન્ડ ચેસ ટૂર્ના.માં 50 ખેલાડીઓએ ભાગ લીધો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0