Bharuch: શુક્લતીર્થ મેળામાં 3 યુવાન ડૂબ્યા, બે યુવક લાપત્તા
ભરૂચના વેજલપુરના ત્રણ યુવાનો શુક્લતીર્થના મેળામાં ગયેલ જ્યાં નદીમાં ન્હાવા જતી વખતે યુવાનો ડૂબ્યા હતા જેમાંથી બે યુવાનો હજુ સુધી લાપત્તા છે જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો છે. ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચ્યો છે. સલામતીના ભાગ રૂપે તંત્ર ફરી એક વાર નબળુ સાબિત થયું છે. બે યુવાનો લાપત્તા થતાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો યુવાનો ડૂબ્યા હોવાની શંકાને લઈને ગ્રામજનોએ પોલીસ અને ફરજ પરના અધિકારીઓ પર રોષ વ્યક્ત કર્યો હતો. તંત્રની બેદરકારીને લીધે યુવાનો ડૂબ્યા હોવાના આક્ષેપ સાથે લોકો તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે.સુરતના ગોડાદરા ગામનો યુવાન પણ ડૂબ્યો સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન પણ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ મેળામાં આવ્યો હતો. તે મેળામાં આવેલાં તંબુ, ચકડોળ સહિતના સ્થળે છુટક મજૂરી કરતો હતો. ગઇકાલે બપોરના સમયે તે તેના મિત્રો સાથે શુક્લતીર્થ ગામે નર્મદા કિનારે ન્હાવા માટે ગયો હતો. તેના મિત્રોએ સ્નાન કર્યાં બાદ જતા રહ્યાં હતાં. મોડે સુધી સચિન પરત આવ્યો ન હતો. જોકે, સવારે તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો. ભરૂચથી 17 કિ.મી. દૂર મેળો ભરાય છે ભરૂચથી 17 કિલોમીટર દુર આવેલાં પૌરાણિક યાત્રાધામ શુક્લતીર્થ ખાતે કારતક સુદ અગિયારસથી મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત 4 લાખ યાત્રીઓ મેળો મ્હાલવા ઉમટી પડતા હોય છે, જેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોનો ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા પાંચ દિવસ ચાલનાર જાત્રાને ધ્યાને લઇ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચના વેજલપુરના ત્રણ યુવાનો શુક્લતીર્થના મેળામાં ગયેલ જ્યાં નદીમાં ન્હાવા જતી વખતે યુવાનો ડૂબ્યા હતા જેમાંથી બે યુવાનો હજુ સુધી લાપત્તા છે જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો છે. ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચ્યો છે. સલામતીના ભાગ રૂપે તંત્ર ફરી એક વાર નબળુ સાબિત થયું છે.
બે યુવાનો લાપત્તા થતાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો
યુવાનો ડૂબ્યા હોવાની શંકાને લઈને ગ્રામજનોએ પોલીસ અને ફરજ પરના અધિકારીઓ પર રોષ વ્યક્ત કર્યો હતો. તંત્રની બેદરકારીને લીધે યુવાનો ડૂબ્યા હોવાના આક્ષેપ સાથે લોકો તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે.
સુરતના ગોડાદરા ગામનો યુવાન પણ ડૂબ્યો
સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન પણ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ મેળામાં આવ્યો હતો. તે મેળામાં આવેલાં તંબુ, ચકડોળ સહિતના સ્થળે છુટક મજૂરી કરતો હતો. ગઇકાલે બપોરના સમયે તે તેના મિત્રો સાથે શુક્લતીર્થ ગામે નર્મદા કિનારે ન્હાવા માટે ગયો હતો. તેના મિત્રોએ સ્નાન કર્યાં બાદ જતા રહ્યાં હતાં. મોડે સુધી સચિન પરત આવ્યો ન હતો. જોકે, સવારે તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો.
ભરૂચથી 17 કિ.મી. દૂર મેળો ભરાય છે
ભરૂચથી 17 કિલોમીટર દુર આવેલાં પૌરાણિક યાત્રાધામ શુક્લતીર્થ ખાતે કારતક સુદ અગિયારસથી મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત 4 લાખ યાત્રીઓ મેળો મ્હાલવા ઉમટી પડતા હોય છે, જેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોનો ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા પાંચ દિવસ ચાલનાર જાત્રાને ધ્યાને લઇ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.