Bharuch: વાલિયામાં બાળકી પર દુષ્કર્મનો આરોપી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાલિયાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના મામલામાં પોલીસે ગણતરીના સમયમાં 51 વર્ષીય નરાધમ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને આજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલાં કરી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સુરતના માંડવી તાલુકાના વાગનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામીતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે રાજુ ગામીત એક લગ્ન પ્રસંગમાં હાજર હતો એ દરમ્યાન જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

