Bharuch: પાલેજમાં સર્વિસ રોડ પર પાણી ભરેલા ખાડામાં રિક્ષા ખાબકી, બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પાલેજ હાઈવે ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિત અને જોખમી બની ગઈ છે. ચોમાસાના વરસાદ બાદ સર્વિસ રોડ પર ઠેર-ઠેર વિશાળકાય ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા હોવાથી વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી.
સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિત
આજે આવા જ એક પાણી ભરેલા ઊંડા ખાડાના કારણે મોટી દુર્ઘટના ઘટે તેવો અકસ્માત સર્જાયો હતો. પાલેજ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા અચાનક પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી અને સંતુલન ગુમાવતાં રિક્ષા રોડ પર જ પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટતાં જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.
તંત્રની બેદરકારી સામે વાહનચાલકોમાં ભારે રોષ
રિક્ષા પલટી મારવાની ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ નોંધાઈ ન હતી, જેથી ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, અકસ્માતને પગલે સ્થળ પર એકઠા થયેલા સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Surat: સહારા દરવાજા થી પર્વત પાટીયા બ્રિજ બન્યો જર્જરિત, ડામર ધોવાતાં બ્રિજના લોખંડના સળિયા અને હાડપિંજર દેખાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

