Bharuch: ઝઘડિયામાં ટ્રકની અડફેટે શ્રમિક પરિવાર વેરવિખેર, 3 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝઘડિયા પંથકમાં આવેલી એક સિલિકા પ્લાન્ટમાં આજે સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટમાં કામ કરી રહેલા મધ્યપ્રદેશના શ્રમિક પરિવાર પર કાળમુખી ટ્રક ફરી વળતા 3 વર્ષની માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ટ્રક રિવર્સ લેતી વખતે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, સિલિકા પ્લાન્ટમાં એક ટ્રક ચાલક બેદરકારીપૂર્વક પોતાનું વાહન રિવર્સ લઈ રહ્યો હતો. આ સમયે ત્યાં કામ કરી રહેલા મધ્યપ્રદેશના વતની એવા ચાર શ્રમિકો ટ્રકની અડફેટે આવી ગયા હતા. ટ્રકનું તોતિંગ પૈડું શ્રમિકો પર ફરી વળતા 3 વર્ષની નાનકડી બાળકીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
3 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
આ અકસ્માતમાં અન્ય ત્રણ કામદારોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ સમગ્ર ઘટના પ્લાન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
આ પણ વાંચો:Surat: પરવટ પાટિયામાં પૌત્રએ જ નાનીની હત્યા કરી, અનમોલ કોમ્પલેક્સમાં 70 વર્ષીય વૃદ્ધાને ઘરમાં જ રહેંસી નાખી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

