Bharuch જિલ્લામાં પવન સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, જુઓ VIDEO

Jun 15, 2025 - 01:30
Bharuch જિલ્લામાં પવન સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નબીપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન, વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ભરૂચમાં વરસાદ વરસવાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે.

જંબુસર તાલુકામાં વાતાવરણમાં પલટો

ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. જંબુસરમાં વીજળી અને ભારે પવન સાથે ભયંકર વીજળીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વીજળી પડવાના કારણે આશરે 7 લોકોના મોત થયા છે.

રાજ્યમાં પંચમહાલ, રાજકોટ, અમરેલી, બોડેલી, માંગરોળ અને છોટા ઉદેપુરમાં વીજળી પડવાના કારણે 7 લોકોના મોત થયા છે. ત્યારે પંચમહાલમાં ઘર પર વીજળી પડતા ઘર બળીને ખાખ થઈ ગયું છે અને ઘરની અંદર રહેલો તમામ સામાન પણ નષ્ટ થઈ ચૂક્યો છે. તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે.

અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો 

રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને મેઘરાજાએ પધરામણી પણ કરી છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. શહેરના વટવા, ઈસનપુર, નારોલ, સીટીએમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે અને વરસાદ પણ કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે. શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0