Bharuch: જંબુસરની જે.એમ. શાહ કૉલેજના ઍસો. પ્રો.નિવૃત્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જંબુસર શહેરની જે.એમ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગના એસોસિએટ પ્રોફેસર તરીકે વર્ષો સુધી સેવા આપનાર ડૉ.એમ.આર. પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે કોલેજ પરિવાર, પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પ્રિન્સિપાલ ડૉ. કિશોર પ્રજાપતિએ ડૉ.પટેલના લાંબા શૈક્ષણિક કાર્યકાળને યાદ કરી, તેઓ માત્ર એક શ્રોષ્ઠ શિક્ષક જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત હોવાનું જણાવ્યું હતું. ભૂતપૂર્વ પ્રિન્સિપાલ આઈ.એમ. ભાણાએ ડૉ. પટેલને જીવનના નવા પડાવ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ નિવૃત પ્રાધ્યાપિકા ડૉ.જે.જે. જોશી અને એન.ડી. આમોદવાલાએ પણ ડૉ.પટેલ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતાં. સંચાલન પ્રો.ધીરુભાઈ પટેલે કર્યું હતું. અંતે ડૉ.રુચિતાબેન પટેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને આમંત્રિત મહેમાન ઉપસ્થિત રહીને ડૉ. એમ આર પટેલને ભવ્ય વિદાય આપી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

