Bharuch: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું પાણીનદીની જળ સપાટી 15.38 ફૂટ પર પહોંચી નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ, ભયજનક સપાટી 24 ફૂટ રાજ્યમાં છેલ્લા 2 દિવસથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભરૂચમાં પણ વરસાદે જમાવટ કરી છે અને ઠેર ઠેર વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરની નર્મદા નદીની જળસપાટીમાં પણ મોટો વધારો થયો છે. આ કારણે નદીની જળ સપાટીમાં થયો વધારો ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો નોંધાયો છે. નદીની જળસપાટી 15.38 ફૂટ પર પહોંચી છે, ત્યારે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને તેની ભયજનક સપાટી 24 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે નદીની જળસપાટીમાં વધારો થયો છે. ત્યારે હાલમાં સાવચેતીના ભાગ રૂપે લોકોને નદીના પટમાં ના જવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો છે. તેમજ કેટલીક જગ્યાઓ પર નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે કેટલીક જગ્યાએ રોડ રસ્તા પાણીથી ધોવાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ સાથે જ મહીસાગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ છે અને ખાનપુર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા નવસારી જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ત્યારે ખેરગામ તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચીખલી ખેરગામના મેઈન રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, આ સિવાય ગામના અનેક ઘરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી ભારે વરસાદને પગલે વલસાડના વિનાયકનગરમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડયા છે તો ઘણા ફલેટના પાર્કિંગમાં પણ પાણી ભરાતા લોકોને વાહનો સલામત સ્થળે ખસેડવાનો વારો આવ્યો છે, શહેરના મેઈન રસ્તા પર જ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Bharuch: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી
  • નદીની જળ સપાટી 15.38 ફૂટ પર પહોંચી
  • નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ, ભયજનક સપાટી 24 ફૂટ

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભરૂચમાં પણ વરસાદે જમાવટ કરી છે અને ઠેર ઠેર વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરની નર્મદા નદીની જળસપાટીમાં પણ મોટો વધારો થયો છે.

આ કારણે નદીની જળ સપાટીમાં થયો વધારો

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો નોંધાયો છે. નદીની જળસપાટી 15.38 ફૂટ પર પહોંચી છે, ત્યારે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને તેની ભયજનક સપાટી 24 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે નદીની જળસપાટીમાં વધારો થયો છે. ત્યારે હાલમાં સાવચેતીના ભાગ રૂપે લોકોને નદીના પટમાં ના જવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો છે. તેમજ કેટલીક જગ્યાઓ પર નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે કેટલીક જગ્યાએ રોડ રસ્તા પાણીથી ધોવાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ સાથે જ મહીસાગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ છે અને ખાનપુર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

નવસારી જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ત્યારે ખેરગામ તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચીખલી ખેરગામના મેઈન રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, આ સિવાય ગામના અનેક ઘરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે.

વલસાડમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી

ભારે વરસાદને પગલે વલસાડના વિનાયકનગરમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડયા છે તો ઘણા ફલેટના પાર્કિંગમાં પણ પાણી ભરાતા લોકોને વાહનો સલામત સ્થળે ખસેડવાનો વારો આવ્યો છે, શહેરના મેઈન રસ્તા પર જ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.