Bharuchમાં વીજપોલ ધરાશાયી થતાં વાયર તુટ્યો, કરંટ લાગવાથી 1 આખલાનું થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તેની વચ્ચે ભરૂચમાં મકતમપુરમાં સાદાત પાર્ક નજીક એક વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતાં વીજળીનો થાંભલો પર ધરાશાયી થયો છે. ત્યારે વીજ પોલ ધરાશાયી થતાં તેનો વાયર તુટી ગયો છે અને તે વાયરના કારણે કરંટ લાગતા આખલાનું મોત થયું છે.
કરંટના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ
તમને જણાવ દઈએ કે વૃક્ષ અચાનક જ ધરાશાયી થઈને મકાન નજીક પડ્યું હતું અને તેના કારણે વીજ થાંભલો ધરાશાયી થયો અને વીજ વાયર તુટી ગયો અને આખલા પર વાયર પડતા આખલાનું મોત થયું છે. વીજ પોલ ધરાશાયી થતાં એક કાર પણ તેની નીચે દબાઈ ગઈ છે. હાલમાં કરંટના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ છે. સદનસીબે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, જેને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદી સિસ્ટમને પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે, ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી,ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નૈઋત્યનું ચોમાસુ હાલ મુંબઈ પહોંચ્યું તેવી માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેતરમાં તૈયાર થયેલા પાક પર કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે.
What's Your Reaction?






