Rajkot : નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં, વીએચપીના કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં આવી છે. નીલ સિટી ક્લબમાં નવરાત્રિ મહોત્સવમાં વિધર્મીઓને બેરોકટોક પ્રવેશ અપાઇ રહ્યો હોવાના મુદ્દે શુક્રવારે રાત્રે બબાલ થઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો નીલ સિટી ક્લબમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. વીએચપીના કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે આ મુદ્દે બોલાચાલી પણ થઇ હતી.
ચેકીંગ કરવા માટે મોટી સંખ્યામાં વીએચપી કાર્યકરો નીલ સિટી ક્લબમાં પહોંચ્યા
રાજ્યમાં હાલ નવરાત્રિ મહત્સોવ ચાલી રહ્યો છે ત્યારે ઘણા શહેરોમાં નવરાત્રિ મહોત્સવ ગરબા મેદાનમાં વિધર્મીઓને પ્રવેશ ના આપવો જોઇએ તે મુદ્દે હિન્દુ સંગઠનો સતત માગ કરી રહ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ગરબા મેદાનમાં જઇને ચેકિંગ પણ કરે છે ત્યારે રાજકોટની નીલ સિટી ક્લબમાં યોજાયેલા ગરબાના મેદાનમાં પણ વિધર્મીઓને બેરોકટોક પ્રવેશ અપાય છે કે કેમ તેનું ચેકીંગ કરવા માટે મોટી સંખ્યામાં વીએચપી કાર્યકરો નીલ સિટી ક્લબમાં પહોંચ્યા હતા
નીલ સિટી ક્લબમાં વિધર્મીઓના પ્રવેશને લઇ બબાલ
જો કે નીલ સિટી ક્લબમાં વિધર્મીઓના પ્રવેશને લઇ બબાલ થઇ ગઇ હતી. VHPના કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી થઇ હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ VHPના કાર્યકરોને ભાજપના માણસો ગણાવ્યા હતા. આ ઘટનામાં VHP કાર્યકરોને રોકી અપશબ્દો બોલતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇન્દ્રનીલ અને VHPના કાર્યકરો વચ્ચે બબાલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ
ઇન્દ્રનીલ અને VHPના કાર્યકરો વચ્ચે બબાલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સરપ્રાઈઝ ચેકિંગમાં જતા વિશ્વ હિન્દુ પરિષદને રોકી અપશબ્દો બોલાયા હોવાનો આરોપ લગાવાયો હતો જેથી ઝઘડો વધ્યો હતો. વીએચપીના કાર્યકરોએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા
What's Your Reaction?






