Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના મોદલીયા ગામમાં એક અત્યંત હૃદયકંપાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. ઘર આંગણે અન્ય બાળકો સાથે રમી રહેલી 4 વર્ષીય માસૂમ બાળકી આરોહી અચાનક રસ્તા પર આવેલી ખુલ્લી ગટરની કુંડીમાં પડી ગઈ હતી. બાળકી અચાનક ગટરમાં ખાબકતાં જ સાથે રમી રહેલા અન્ય નાના બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
માતા બેભાન હાલતમાં હોસ્પિટલ દોડી ગઈ
બનાવની જાણ થતાં જ બાળકીની માતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સ્થાનિકોની મદદથી અચેતન હાલતમાં આરોહીને ગટરની કુંડીમાંથી બહાર કાઢી હતી. બેભાન હાલતમાં માસૂમ બાળકીને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તબીબોએ ચાર વર્ષીય આરોહીને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકની કાળી ડિબ છવાઈ ગઈ હતી.
પંચાયતની બેદરકારી સામે માતાનો આક્ષેપ
આ દર્દનાક હોનારત બાદ મૃતક બાળકીની માતાએ મોદલીયા ગ્રામ પંચાયતની ઘોર લાપરવાહી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામ પંચાયત દ્વારા ગટરની કુંડી ખુલ્લી રાખવામાં આવી હોવાના કારણે જ માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ગ્રામજનો અને પીડિત પરિવાર દ્વારા માગણી કરવામાં આવી છે કે આ મામલે તપાસ કરી ગ્રામ પંચાયતના જવાબદારો સામે તાત્કાલિક ધોરણે કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે.
આ પણ વાંચો : Gujarat Rain : યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી, મુખ્ય માર્ગો પર સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

