Bavlaમાં યુવકે પૂર્વ પ્રેમિકા અને તેના પતિથી કંટાળીને કોમ્પ્લેક્સ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં એક યુવકે કોમ્પ્લેક્સ પરથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો કરુણ બનાવ સામે આવ્યો છે. આ ઘટના બાદ પોલીસે તપાસ કરતા મૃતક યુવકનું એક લખાણ મળી આવ્યું છે. જેમાં તેણે પોતાની પૂર્વ પ્રેમિકા અને તેના પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો આરોપ લગાવ્યો છે.
મૃતકે પ્રેમિકા અને તેના પતિને આપ્યા હતા રૂપિયા
મૃતકના લખાણના આધારે બાવળા પોલીસે આ બંને વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક અને તેની પૂર્વ પ્રેમિકા વચ્ચે સંબંધ હતો અને આ સંબંધ દરમિયાન યુવકે પ્રેમિકાને અને તેના પતિને કેટલાક પૈસા આપ્યા હતા. આ લખાણમાં યુવકે આક્ષેપ કર્યો છે કે પ્રેમિકા અને તેના પતિ દ્વારા પૈસા પાછા ન આપવા તેમજ અન્ય રીતે હેરાનગતિ કરવામાં આવતા તે હતાશ થઈ ગયો હતો અને આ પગલું ભરવા મજબૂર બન્યો હતો.
ક્રિષ્ના મિસ્ત્રી અને રાહુલ મિસ્ત્રી વિરુદ્ધ નોધાઈ ફરિયાદ
પોલીસે આ કેસમાં મૃતક યુવકની પૂર્વ પ્રેમિકા ક્રિષ્ના મિસ્ત્રી અને તેના પતિ રાહુલ મિસ્ત્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સંબંધોમાં આર્થિક લેવડદેવડ અને માનસિક ત્રાસના ગંભીર પરિણામોને ઉજાગર કર્યા છે.
What's Your Reaction?






