Bavla: ભૂગર્ભ ગટરનું કામકાજ ગુણવત્તા વગરનું થતું હોવાની રજૂઆત

May 30, 2025 - 02:30
Bavla: ભૂગર્ભ ગટરનું કામકાજ ગુણવત્તા વગરનું થતું હોવાની રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બાવળા શહેરમાં વર્ષોથી પાણી નિકાલની સમસ્યા સર્જાય છે. દર વર્ષે ચોમાસામાં થોડોક વરસાદ થાય તેવામાં શહેરના હાર્દસમા વિસ્તારોના રોડ પર ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે. શહેરમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટર લાઈન છે. પરંતુ તેની સફાઈનો ખર્ચ ખૂબ વધારે છે. તેમ છતાં તેને ઉપયોગમાં લેવા માટે અગાઉ બે વખત કરોડોના ખર્ચે કામ થયા હતા. તેમ છતાં ગ્રામજનોને હજુ સુધી તેનો સંપૂર્ણ લાભ મળ્યો નથી અને સમસ્યા ઠેરની ઠેર રહી છે. હાલ પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનો વિપક્ષના કોર્પોરેટર દ્વારા લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે પાલિકા દ્વારા પાઇપો નાંખવાની કામગીરી શરૂ કરાઈ છે. જે લાંબો સમય ટકી શકે તેમ નથી. કારણ કે પાઇપની નીચે સિમેન્ટના પીસીસી નાખવામાં આવતા નથી અને સીધી પાઇપો ફ્ટિ કરવામાં આવી રહી છે. આગામી થોડા દિવસોમાં ચોમાસાની સિઝન ચાલુ થવાની છે. તેવામાં કામકાજ શરૂ કરતા તેનું ધોવાણ થઈ જશે અને ગુણવત્તા મળશે નહીં. જેથી પાલિકાના કોર્પોરેટર અમિત વિનુભાઈ પ્રજાપતિ દ્વારા ચીફ્ ઑફ્સિર, કલેક્ટર, ધારાસભ્ય, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તથા પ્રાદેશિક કમિશનરને લેખિતમાં અરજી કરી ચાલુ થયેલા કામ અંગે ગુણવત્તા ચકાસ્યા બાદ કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0