Bavla: બાવળાના આદરોડા રોડ પર બીજે માળેથી નીચે પટકાતા આધેડનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાવળા આદરોડા રોડ પર આવેલી એક કોલોનીમાં ભાડેથી રહેતા પરપ્રાંતીય આધેડનું મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા બીજા માળેથી પટકાતા કરૂણ મોત નિપજ્યું હતું બનાવ અંગે બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
પ્રાપ્ત વિગત મુજબ બાવળાના પો.કો અનિલકુમાર સાગરભાઈને ટેલિફેનીક વર્ધી આવી હતી કે બાવળા આદરોડા રોડ પર આવેલી રાજુભાઈ ઠક્કરની કોલોનીમાં પ્રથમ માળે આવેલા અને સામસામેની રૂમોને જોડતા નાનકડા બ્રિજ પર ઓરડીમાં ભાડેથી રહેતા રાજેન્દ્ર રામઅજોરે પ્રસાદ ઉ.વ.આ-50 મૂળ રહે કરમહીયા ગામ, તા.ભાનપુર, થાના-સોનાહા, યુપી જેઓ તેમના ફોનમાં વાતચીત કરતા કરતા તે દરમ્યાન ઓરડીઓને જોડતા બ્રિજ ઉપરથી નીચે પડતા માથામાં ગંભીર ઈજા થઈ હતી.
જેથી તેઓને સારવાર અર્થે બાવળાની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃતજાહેર કરી બાવળા પોલીસ મથકે જાણ કરી હતી પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી આપી મૃતકના પરિવારજનો ને જાણ કરી વધુ તપાસ હાથધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

