Bavla: પાસે ઝાડ પરથી ભારે જહેમત બાદ 8 ફુટ લાંબા અજગરને હેમખેમ રેસ્ક્યૂ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાવળા હાઈવે પર રામનગર પાસે એક ફાર્મા કંપની નજીક આશરે આઠ ફુટ લાંબો અજગર જોવા મળ્યો હતો. એથી કંપનીની સિક્યુરિટી દ્વારા આ બાબતે બાવળાના જીવદયાપ્રેમી દાદન વ્હોરાને જાણ કરાતા તેઓ તેને રેસ્ક્યુ કરવા માટે સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમજ અમદાવાદ રેસ્ક્યુ ફાઉન્ડેશનના મહેશભાઈનો સંપર્ક કર્યો હતો . તે દરમ્યાન અજગર જમીન ઉપરથી ધીરે ધીરે મોટા ઝાડ ઉપર ચડી ગયો હતો. તેને રેસ્ક્યુ કરવા માટે કર્મચારીઓને મોટી સીડીની જરૂર જણાતાં તેમણે બાવળા પાલિકાના કર્મચારીનો સંપર્ક કર્યો હતો. જેથી ફાયરમેન શૈલેષ ભરવાડ, કોર્પોરેટર ભાગ્યેશભાઈ સ્થળ પર આવી પહોંચ્યા હતા. પરંતુ પાલિકામાં આ અંગે કોઈ વ્યવસ્થા ન થતા દાદન વ્હોરાએ 112 અમદાવાદ ગ્રામ્ય સંચાલિત અભિરક્ષક વાનની મદદ માંગી હતી અને વાન સંચાલન કરતા જયેન્દ્રસિંહ વાઘેલા, નવલભાઇ રબારી તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા અભિરક્ષક વાહનની ફ્લડ લાઈટ અને સીડીની મદદ લઈ રસ્તા ઉપર જતું એક કન્ટેનર થોભાવી તેની મદદથી અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ વન વિભાગના રેન્જ ફેરેસ્ટ ઓફ્સિરને કરાતા રેસ્ક્યુ ફાઉન્ડેશન તરફ્થી સરકારની ગાઈડ લાઈન મુજબ અજગરને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?






