Bavla News: કેરાળા ગામના મહિલા સરપંચના ઘરે ચાલતું હતું 'દેશી દારૂનું હાટડું', ઓનલાઇન પેમેન્ટથી થતો હતો ધંધો

Apr 11, 2026 - 21:30
Bavla News: કેરાળા ગામના મહિલા સરપંચના ઘરે ચાલતું હતું 'દેશી દારૂનું હાટડું', ઓનલાઇન પેમેન્ટથી થતો હતો ધંધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના રક્ષક ગણાતા સરપંચ જ કાયદાના લીરેલીરા ઉડાડતા ઝડપાયા છે. બાવળાના કેરાળા ગામમાં રહેતા વર્તમાન મહિલા સરપંચ રંજનબેન મનસુખભાઈ પટેલ પોતાના ઘરે જ દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ગેરકાયદે ધંધામાં પકડાઈ જવાની બીકે સરપંચે દરવાજા પર QR કોડ સ્કેનર લગાવ્યું હતું અને માત્ર ઓનલાઈન પેમેન્ટ લઈને જ દારૂનું વેચાણ કરતા હતા.

બંધ ઓરડીમાંથી 60 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત

બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સરપંચ રંજનબેનના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરની એક બંધ ઓરડીમાં તપાસ કરતા પોલીસને સફળતા મળી હતી. ઓરડીમાં રાખેલી છ મોટી મીણીયાની થેલીઓમાંથી પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં ભરેલો પ્રવાહી જથ્થો મળી આવ્યો હતો, જેમાંથી દેશી દારૂની તીવ્ર વાસ આવતી હતી. પોલીસે ગણતરી કરતા અંદાજે 60 લીટર દેશી દારૂ (60 કોથળીઓ) મળી આવી હતી, જે તમામ જથ્થો પોલીસે કબજે કર્યો છે.

મહિલા સરપંચ ફરાર, શોધખોળ તેજ

પોલીસની આ કાર્યવાહી દરમિયાન મહિલા સરપંચ રંજનબેન પટેલ તક જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પક્ષ અને પ્રશાસનમાં ઉંચો હોદ્દો ધરાવતા વ્યક્તિના ઘરેથી આ પ્રકારે નશાનો કારોબાર પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં ઓનલાઈન પેમેન્ટ સ્વીકારીને દારૂ વેચવાની તેમની આ 'મોડસ ઓપરેન્ડી' એ પોલીસને પણ વિચારતા કરી દીધા છે. હાલમાં બાવળા પોલીસે સરપંચ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0