Banskantha: શિહોરીમાંથી 2.38 લાખની નકલી નોટો સાથે 2 દબોચાયા; કોંગ્રેસ પ્રમુખનું નામ ખુલતાં ખળભળાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લા એસઓજી (SOG) ટીમે ચોક્કસ બાતમીના આધારે કાંકરેજના શિહોરી વિસ્તારમાં દરોડો પાડીને નકલી ચલણી નોટોના મોટો કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન બે શખ્સોને રૂ. 500ના દરની ડુપ્લીકેટ નોટોના બંડલ સાથે કસ્ટડીમાં લીધા હતા.
શિહોરીમાં ડુપ્લીકેટ નોટનું નેટવર્ક ઝડપાયું
પોલીસે બંને શખ્સો પાસેથી કુલ રૂ. 2.38 લાખથી વધુની બોગસ નોટો જપ્ત કરી હતી. આ નોટો ક્યાં છાપવામાં આવી હતી અને બજારમાં વટાવવા માટે લાવવામાં આવી હતી કે કેમ તે અંગે એસઓજી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.ઝડપાયેલા બંને શખ્સોની સઘન પૂછપરછ દરમિયાન આ સમગ્ર નેટવર્ક પાછળ શિહોરી કોંગ્રેસ પ્રમુખ ભીખુભા ડાભીની સંડોવણી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો હતો. કેસમાં નામ ખુલતાં જ કોંગ્રેસ પ્રમુખ ભીખુભા ડાભી પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
પોલીસે 2.38 લાખની નકલી નોટો સાથે 2 શખ્સોને દબોચ્યા
આ મામલે શિહોરી પોલીસ મથકે સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજી અને સ્થાનિક પોલીસે ફરાર કોંગ્રેસ પ્રમુખને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાં નકલી નોટોનું આ દૂષણ ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મ; બંને આરોપી ઝબ્બે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

