Banskantha News: જગદીશ વિશ્વકર્માએ કહ્યું,ગેનીબેનના પાલવમાંથી ભાજપે સીટો આંચકી, જાણો ઋષિ ભારતી બાપુએ શું કર્યો હુંકાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બનાસકાંઠાનો કોંગ્રેસનો ગઢ તોડીને જ્વલંત વિજય મેળવ્યો છે. ભાજપે મેળવેલી આ જીત બાદ પાલનપુરના ચડોતર ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા અનેક વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામ ધારાસભ્ય પર અકરા પ્રહારો કર્યા હતાં. જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેનની સાડીના પાલવમાંથી ભાજપે આ વખતે સીટો આંચકી લીધી છે આ નિવેદન કરતાં જ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે. થરાદમાં સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુએ જગદીશ વિશ્વકર્માનો વિરોધ કરવા અપીલ કરી હતી.
ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું નિવેદન
પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.તેમણે ખાસ કરીને સાંસદ ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યું કે બનાસની બહેન તમે અમારી પણ બહેન છો અમે સન્માન કરીએ છીએ પણ તમે લોકસભામાં જઈ ગુજરાતની બનાસની તેમજ દેશની બહેનોનું અપમાન કર્યું છે. નારી વંદના અધિનિયમનો વિરોધ કર્યો એ બનાસની બહેનો ક્યારે નહીં ભૂલે અને એનો કરારો જવાબ આપતા અમારી બહેનોએ તમારા ગઢમાંથી તમારી સીટો તમારા સાડીના પાલવમાંથી આંચકી લીધી છે.
થરાદમાં સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુનો હુંકાર
થરાદમાં યોજાયેલા સમૂહલગ્નમાં જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે ઋષિ ભારતી બાપુએ હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષના પ્રમુખોને બોલવાનું ભાન નથી. ગેનીબેન પર આપેલું નિવેદન નારી શક્તિનું અપમાન છે.નારીના પાલવ સુધી હાથ નાખવાની વાત અભદ્ર વ્યવહાર કહેવાય. તેમણે માતૃશક્તિના અપમાન સામે સમાજને વિરોધ કરવા અપીલ કરી હતી. ભાજપ પ્રમુખના નિવેદનથી સંતો અને સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
આ પણ વાંચોઃ Navsari: વિજલપોરમાં મોડી રાત્રે હિંસક બબાલ, બે યુવાનો પર પાઇપ અને લાકડાના ફટકાથી જીવલેણ હુમલો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

