Banaskanthaમાં સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને આ ખેડૂત બન્યા પ્રેરણાસ્ત્રોત, વાંચો સ્ટોરી

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે.ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. ૨૦ લાખથી વધું ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય રાજ્યમાં આગામી વર્ષોમાં ૨૦ લાખથી વધું ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, વાપ્સા અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે. ખેડૂત ભીખાભાઈ ગોળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના ખેડૂતો ભીખાભાઈ ગોળ છેલ્લા સાત વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમણે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે. તેઓ જણાવે છે કે, તેમને સરકાર તરફથી દેશી ગાય નિભાવ અને મોડેલ ફાર્મ સ્થાપવા માટે કુલ રૂ. ૪૫,૯૦૦ ની સહાય મળી હતી. ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં શાકભાજી,ઘાસચારો અને અનાજનું વાવેતર કર્યું હતું જેમાં તેમને કુલ રૂ. ૫૧,૮૫૦/ નો ખર્ચ થયો હતો. આ ખર્ચની સામે તેમણે રૂ. ૧,૧૯,૨૭૫/નો ચોખ્ખો નફો મેળવ્યો હતો. તેઓ બનાસકાંઠા આત્માના ડાયરેક્ટરશ્રી એચ.જે.જિંદાલ સહિત આત્મા વિભાગનો આભાર વ્યક્ત કરે છે. આ સાથે જિલ્લાના અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે. પ્રાકૃતિક ખેતી સરસ ખેતી પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી, જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન- સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.

Banaskanthaમાં સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને આ ખેડૂત બન્યા પ્રેરણાસ્ત્રોત, વાંચો સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે.ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે.

૨૦ લાખથી વધું ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય

રાજ્યમાં આગામી વર્ષોમાં ૨૦ લાખથી વધું ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, વાપ્સા અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે.


ખેડૂત ભીખાભાઈ ગોળ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના ખેડૂતો ભીખાભાઈ ગોળ છેલ્લા સાત વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમણે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે. તેઓ જણાવે છે કે, તેમને સરકાર તરફથી દેશી ગાય નિભાવ અને મોડેલ ફાર્મ સ્થાપવા માટે કુલ રૂ. ૪૫,૯૦૦ ની સહાય મળી હતી. ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં શાકભાજી,ઘાસચારો અને અનાજનું વાવેતર કર્યું હતું જેમાં તેમને કુલ રૂ. ૫૧,૮૫૦/ નો ખર્ચ થયો હતો. આ ખર્ચની સામે તેમણે રૂ. ૧,૧૯,૨૭૫/નો ચોખ્ખો નફો મેળવ્યો હતો. તેઓ બનાસકાંઠા આત્માના ડાયરેક્ટરશ્રી એચ.જે.જિંદાલ સહિત આત્મા વિભાગનો આભાર વ્યક્ત કરે છે. આ સાથે જિલ્લાના અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે.

પ્રાકૃતિક ખેતી સરસ ખેતી

પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી, જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન- સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.