Rajkot: કન્ટ્રક્શન કંપની સામે ITની તપાસ, 50 લાખનો TDS ન ચૂકવતા કાર્યવાહી
રાજકોટમાં દિવાળીના તહેવારમાં ટેક્સચોરી પકડવા માટે આઈટી અને જીએસટીની ટીમે કમર કસી છે. દિવાળી ટાણે રાજકોટમાં ભવાની કન્સ્ટ્રકશન કંપનીને ત્યાં પણ IT વિભાગે દરોડા પાડ્યા છે.દિવાળી તહેવાર પહેલા વડોદરાના 2 બિલ્ડર ગ્રુપ પર આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટના ભવાની કન્ટ્રક્શન કંપનીને 50 લાખનો TDS ન ચૂકવતા IT વિભાગે તપાસ હાથ ધરી છે. કાલાવડ રોડ ઉપર આવેલી ભવાની કન્સ્ટ્રક્શન કંપની ઉપર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કંપની દ્વારા 25 લાખનો ટેક્સ ચૂકવવા તૈયારી દર્શાવવામાં આવી છે. ચાંદીના 5 વેપારીઓને ત્યાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.IT વિભાગે દિવાળી ટાણે નવા ચોપડા પહેલા જૂના ચોપડાનું ભેદ ખોલવા એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં બિલ્ડર ગ્રુપ, રીટલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટને ત્યાં પણ એક દઝનથી વધુ સ્થળોએ હાલ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી કાર્યવાહીના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.વડોદરાના બિલ્ડરોને ત્યાં IT વિભાગનું સર્ચ વડોદરાના બિલ્ડરોને ત્યાં IT વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના બિલ્ડરને ત્યાંથી 11 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. રોકડ સહિત જ્વેલરી પણ જપ્ત કરાયી. IT સહિત DGGI વિભાગનું સર્ચ ઓપરેશનથી GST ચોરી અંગે તપાસ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં દિવાળીના તહેવારમાં ટેક્સચોરી પકડવા માટે આઈટી અને જીએસટીની ટીમે કમર કસી છે. દિવાળી ટાણે રાજકોટમાં ભવાની કન્સ્ટ્રકશન કંપનીને ત્યાં પણ IT વિભાગે દરોડા પાડ્યા છે.
દિવાળી તહેવાર પહેલા વડોદરાના 2 બિલ્ડર ગ્રુપ પર આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટના ભવાની કન્ટ્રક્શન કંપનીને 50 લાખનો TDS ન ચૂકવતા IT વિભાગે તપાસ હાથ ધરી છે. કાલાવડ રોડ ઉપર આવેલી ભવાની કન્સ્ટ્રક્શન કંપની ઉપર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કંપની દ્વારા 25 લાખનો ટેક્સ ચૂકવવા તૈયારી દર્શાવવામાં આવી છે. ચાંદીના 5 વેપારીઓને ત્યાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
IT વિભાગે દિવાળી ટાણે નવા ચોપડા પહેલા જૂના ચોપડાનું ભેદ ખોલવા એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં બિલ્ડર ગ્રુપ, રીટલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટને ત્યાં પણ એક દઝનથી વધુ સ્થળોએ હાલ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી કાર્યવાહીના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
વડોદરાના બિલ્ડરોને ત્યાં IT વિભાગનું સર્ચ
વડોદરાના બિલ્ડરોને ત્યાં IT વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના બિલ્ડરને ત્યાંથી 11 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. રોકડ સહિત જ્વેલરી પણ જપ્ત કરાયી. IT સહિત DGGI વિભાગનું સર્ચ ઓપરેશનથી GST ચોરી અંગે તપાસ કરશે.