Banaskanthaના વાવ-થરાદમાં "નવો રાહ તાલુકો બનાવવાના શંકર ચૌધરીએ આપ્યા સંકેત"
બનાસકાંઠા જિલ્લાના વિભાજન વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં વાવ-થરાદમાં નવો તાલુકો બનાવવાના સંકેત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા છે.વાવ-થરાદમાં નવો 'રાહ' તાલુકો બનાવવાના સંકેત આપ્યા છે.કીયાલ ગામની સભામાં શંકર ચૌધરીએ આપ્યા સંકેત તો તાલુકો અને જિલ્લો બંને ટૂંક સમયમાં બદલાશે તેવું શંકર ચૌધરીનું કહેવું છે. ગામ નજીક તાલુકો બનાવી દઈશું : શંકર ચૌધરી થરાદ તાલુકાના કિયાલ ગામે ગ્રામ પંચાયતની નવીન બિલ્ડીંગ અને પટેલ નાગજી કેસરા ગોળીયા પ્રાથમિક શાળાના લોકાર્પણનો શનિવારે કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં શંકરભાઇ ચૌધરીએ બાળકોને કહ્યું હતું કે થોડા દિવસોમાં તાલુકો પણ બદલાશે અને જિલ્લો પણ બદલાશે. ગ્રામજનોએ કલેકટરને આપ્યું છે આવેદનપત્ર વાવ-થરાદને રાજ્ય સરકાર દ્વારા નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો અને જીલ્લો જાહેર થતાની સાથે જ ભાભર અને દિયોદર, કાંકરેજ, ધાનેરા સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને ધાનેરા, દિયોદર, કાંકરેજના લોકોએ વાવ-થરાદ જિલ્લામાં ના રહેવા માટે આવેદનપત્ર આપી આંદોલન કર્યું હતું. જ્યારે બીજી તરફ વાવ-થરાદ જિલ્લાને સમર્થન આપવા માટે વાવ-થરાદ સુઈગામ તાલુકાના આગેવાનો આજે અરજીઓના થપ્પા સાથે નાયબ કલેકટરને મળ્યા હતાં અને વાવ-થરાદ જિલ્લો યથાવત રાખવા માટેની માંગ કરી હતી. લોકોએ વાવ-થરાદ જીલ્લો બનાવવા બદલ સમર્થન આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
![Banaskanthaના વાવ-થરાદમાં "નવો રાહ તાલુકો બનાવવાના શંકર ચૌધરીએ આપ્યા સંકેત"](https://epapercdn.sandesh.com/images/2025/02/09/bzrM56xqGiskB29fPLrWZHMIbsb9Kted3MKUYkou.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના વિભાજન વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં વાવ-થરાદમાં નવો તાલુકો બનાવવાના સંકેત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા છે.વાવ-થરાદમાં નવો 'રાહ' તાલુકો બનાવવાના સંકેત આપ્યા છે.કીયાલ ગામની સભામાં શંકર ચૌધરીએ આપ્યા સંકેત તો તાલુકો અને જિલ્લો બંને ટૂંક સમયમાં બદલાશે તેવું શંકર ચૌધરીનું કહેવું છે.
ગામ નજીક તાલુકો બનાવી દઈશું : શંકર ચૌધરી
થરાદ તાલુકાના કિયાલ ગામે ગ્રામ પંચાયતની નવીન બિલ્ડીંગ અને પટેલ નાગજી કેસરા ગોળીયા પ્રાથમિક શાળાના લોકાર્પણનો શનિવારે કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં શંકરભાઇ ચૌધરીએ બાળકોને કહ્યું હતું કે થોડા દિવસોમાં તાલુકો પણ બદલાશે અને જિલ્લો પણ બદલાશે.
ગ્રામજનોએ કલેકટરને આપ્યું છે આવેદનપત્ર
વાવ-થરાદને રાજ્ય સરકાર દ્વારા નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો અને જીલ્લો જાહેર થતાની સાથે જ ભાભર અને દિયોદર, કાંકરેજ, ધાનેરા સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને ધાનેરા, દિયોદર, કાંકરેજના લોકોએ વાવ-થરાદ જિલ્લામાં ના રહેવા માટે આવેદનપત્ર આપી આંદોલન કર્યું હતું. જ્યારે બીજી તરફ વાવ-થરાદ જિલ્લાને સમર્થન આપવા માટે વાવ-થરાદ સુઈગામ તાલુકાના આગેવાનો આજે અરજીઓના થપ્પા સાથે નાયબ કલેકટરને મળ્યા હતાં અને વાવ-થરાદ જિલ્લો યથાવત રાખવા માટેની માંગ કરી હતી. લોકોએ વાવ-થરાદ જીલ્લો બનાવવા બદલ સમર્થન આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.