Banaskanthaના રાજકારણમાં આવ્યો ગરમાવો, ગેનીબેન ઠાકોરના નિવેદન પર સ્વરૂપજી ઠાકોરે આપી પ્રતિક્રિયા

Sep 11, 2025 - 01:30
Banaskanthaના રાજકારણમાં આવ્યો ગરમાવો, ગેનીબેન ઠાકોરના નિવેદન પર સ્વરૂપજી ઠાકોરે આપી પ્રતિક્રિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર કરેલા પ્રહારો બાદ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે તેમને વળતો જવાબ આપ્યો છે. સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું છે કે આવા સમયે રાજકારણ કરવું યોગ્ય નથી અને ગેનીબેન ઠાકોરે જૂનાગઢમાં બેસીને નિવેદન આપવાને બદલે પોતાના વિસ્તારમાં લોકો વચ્ચે જવું જોઈએ. સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બનાસકાંઠાની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે.

વાવના ધારાસભ્યએ કર્યા આકરા પ્રહાર

નિવેદનો આપવાથી કંઈ નહીં વળે. સાંસદ તરીકે તેમણે લોકોની વચ્ચે જઈને તેમની પરિસ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું અને અધ્યક્ષ સાહેબ મુખ્યમંત્રી સાહેબને મળીને તરત જ અમારા વિસ્તારમાં પાછા આવી ગયા હતા અને લોકો સાથે મળીને પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો છે. સ્વરૂપજી ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંકટના સમયે રાજકીય આક્ષેપબાજીને બદલે લોકોની મદદ કરવી એ પ્રાથમિકતા હોવી જોઈએ.

સ્વરૂપજી ઠાકોરની આ પ્રતિક્રિયાએ રાજકારણમાં લાવ્યો ગરમાવો

બનાસકાંઠામાં થયેલી તારાજીને જોતા લોકો રાહત અને મદદની અપેક્ષા રાખી રહ્યા છે. આવા સમયે નેતાઓએ એકબીજા પર પ્રહારો કરવાને બદલે એક થઈને કામ કરવું જોઈએ. આમ ગેનીબેન ઠાકોરના નિવેદન પર સ્વરૂપજી ઠાકોરની આ પ્રતિક્રિયાએ બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને લોકો વચ્ચે કોણ ખરેખર કામ કરી રહ્યું છે તે અંગે ચર્ચા છેડી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0