Banaskantha : દાંતાની સર્વોદય કન્યા આશ્રમશાળા ગેરરીતિ મામલે વિવાદમાં, લોકડાઉનમાં 3 શિક્ષકોની ભરતી કરાયાનો ગંભીર આક્ષેપ

Sep 17, 2025 - 10:00
Banaskantha : દાંતાની સર્વોદય કન્યા આશ્રમશાળા ગેરરીતિ મામલે વિવાદમાં, લોકડાઉનમાં 3 શિક્ષકોની ભરતી કરાયાનો ગંભીર આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાંતાની સર્વોદય કન્યા આશ્રમશાળાને લઈને પુનિતભાઈ નામના શખ્સ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. મૂળ અમદાવાદ ખાતે રહેતા પુનિતભાઈ ઠાકર દ્વારા 50 વર્ષ કરતા જૂની આશ્રમશાળા ઉપર મોટો આરોપ લગાવ્યો કે શિક્ષકોની નિમણૂકને લઈને ગેરરીતિ આચરવામાં આવી છે. પુનિતભાઈ ઠાકરે જણાવ્યું કે તારીખ 13/ 3/ 2020 ના દિવસે સનાલી સંચાલિત એચ.આર.મહેતા સર્વોદય કન્યા આશ્રમશાળામાં લોકડાઉનના સમયગાળામાં શિક્ષકોની ભરતી કરી કરાઈ હતી. 13/ 3/ 2020 ના દિવસે શિક્ષકોની નિમણૂક માટે સંસ્થા દ્વારા એનઓસી લઈ અને ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યો હતો.

લોકડાઉનમાં થઈ શિક્ષકોની ભરતી

ઇન્ટરવ્યૂ અંદર પસંદગી સમિતિ અંદર જે વ્યક્તિઓ અંદર હાજર હતા તેમના દ્વારા પહેલો કેન્ડિડેટ હતો તેના બદલે બીજા કેન્ડીડેટને તારીખ 23/3/2020 ના દિવસે તેમને મદદનીશ કમિશનર ગાંધીનગર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો. એ જે ઓર્ડર કર્યો ત્યારે શાળાના આચાર્ય તરીકે પ્રદીપસિંહ રાઠોડ હતા. તેમણે 11/4/2020 ના દિવસે 3 શિક્ષકોને શાળાના મસ્ટરથી લઈ બેંકમાં ખાતું ખોલવા સુધીની પ્રક્રિયા કરી હતી. શાળાના તે સમયના આચાર્ય દ્વારા જણાવ્યું હતું કે અમે અમારી શાળાના મંડળની સૂચનાનું પાલન કરેલ છે. તે સમયના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ શિક્ષકોની ભરતી કરાઈ હતી તે હાલમાં આ શાળામાં ફરજ બજાવતા નથી. શિક્ષકોની ભરતીમાં સૌથી નવાઈની વાત એ હતી કે 3 શિક્ષકોની ભરતી કરાઈ તે સમયે લોકડાઉન હતું.

ન્યાય અપવાવા ફરિયાદીએ કરી રજૂઆત

લોકડાઉનમાં એક વ્યક્તિ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતું ન હતું. શાળાઓ પણ બંધ હતી,તો આ 3 શિક્ષકો પોતાના નિવાસ્થાનથી શાળા સુધી આવ્યા કઈ રીતે? બીજું કે આટલી મોટી શાળા કોણે ખોલી અને કોણે આ રીતે 3 શિક્ષકોને હાજર કર્યા. છેલ્લે વિવાદ બાદ શાળા વાળાઓને ખબર પડી કે કોરોના સમયે ખોટી રીતે હાજર કર્યા પછી શાળાના વહીવટકર્તા અને આચાર્ય દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ફરીથી આ 3 શિક્ષકોને હાજર કરેલા. પુનિતભાઈ ઠાકરે આરોપ લગાવ્યો છે કે ભરતી પ્રક્રિયામાં હરેશભાઈ ચૌધરી બીજા નંબરના કેન્ડિડેટ હતા અને એમની આગળ પ્રથમ નંબરના અશોકભાઈ તુરી હતા તો સંસ્થા દ્વારા કેમ પ્રથમ નંબરના કેન્ડિડેટ અશોક ભાઈને હાજર ન કર્યા અને બીજા કેન્ડીડેટની નિમણૂક કરી. શિક્ષકોની નિમણૂક મામલે શાળાના આચાર્ય દ્વારા સરકારી દસ્તાવેજમાં છેડછાડ કરાઈ હોવાનો ફરિયાદી પુનિતભાઈએ આક્ષેપ કર્યો. આ મામલે મને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0