Banaskantha : દાંતા તાલુકામાં 107 લીઝ પૈકી 76 કાર્યરત : ઋષિકેશ પટેલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત વિધાનસભામાં આજે દાંતા તાલુકાના ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ક્વોરી(બ્લેક ટ્રેપ) સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં એક પણ ક્વોરી(બ્લેક ટ્રેપ)ઓ આવેલી નથી. તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડિંગ સ્ટોન ખનીજની લીઝો છે, કવોરી (બ્લેકટ્રેપ) ખનીજની લીઝો નથી.
5 લીઝ બાકી લેણા ભરપાઈ કરેલ ન હોવાના કારણે બંધ કરી
આ ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજવાર આવેલી કુલ 107 લીઝો પૈકી 76 કાર્યરત અને 31 લીઝ એ.ટી.આર (Any Time Royalty) બંધ કરાઈ છે. દાંતા તાલુકામાં ગ્રેનાઈટની 2 અને બિલ્ડિંગ સ્ટોનની 74 આમ કુલ 76 લીઝ કાર્યરત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગ્રેનાઈટની 1 લીઝ માઈનીંગ પ્લાન રજુ કરેલ ન હોવાના કારણે, બિલ્ડીંગ સ્ટોનની 5 લીઝ બાકી લેણા ભરપાઈ કરેલ ન હોવાના કારણે બંધ કરી છે.
16 લીઝમાં સ્ટેટ લેવલનું ઈ.સી રજૂ કર્યું નથી
બિલ્ડિંગ સ્ટોનની 2 લીઝ જેમાં બાલારામ - અંબાજી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના 1 (એક) કીલોમીટરની અંદર આવેલી, 16 જેમાં સ્ટેટ લેવલનું ઇ.સી.(Environment clearance) રજુ કરેલું નથી, 6માં ઈ.સી. રજુ કરેલું ન હોય , 1 લીઝમાં ઈ.સી. રીજેક્ટ થયેલું હોવાના કારણે આમ કુલ 31 લીઝ બંધ કરેલું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
મંત્રીએ ક્વોરી (બ્લેકટ્રેપ પથ્થર) અને બિલ્ડીંગ સ્ટોન વચ્ચેનો તફાવત પણ વિગતે સમજાવતા કહ્યું હતું કે, બ્લેકટ્રેપ પથ્થર જે પૃથ્વીના પેટાળમાં રહેલા લાવા, જ્વાળામુખી સ્વરૂપે પૃથ્વી પર આવી આ લાવા(મેગ્મા) કુદરતી વાતાવરણમાં ઠરવાથી બનેલા પથ્થરને ડેક્કનટ્રેપ/બેસાલ્ટ કહેવાય છે. જેને બ્લેકટ્રેપ તરીકે ઓળખાય છે. આ પથ્થર ઘેરા કાળા અથવા રાખોડી રંગનો હોય છે અને તેનું બંધારણ ખૂબ જ સખત અને ઘટ્ટ (Compact) હોય છે. તે ઉચ્ચ દબાણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. બ્લેકટ્રેપનો ઉપયોગ સીધો પથ્થર તરીકે ઓછો પણ તેને તોડીને બનાવેલી 'કપચી' તરીકે વધુ થાય છે.
આ પણ વાંચો : Surat: ડભોલીમાં લોકોની જનતા રેડ બાદ પુરવઠા વિભાગ એક્શનમાં, સરકારી અનાજ સગેવગે કરતી દુકાન સીલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

