Banaskantha: થરા નજીક અકસ્માતમાં દીકરીના લગ્ન પહેલા પિતાનું કરૂણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
થરા નજીક થરા-રાધનપુર રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પ્રાપ્તમાહિતી અનુસાર, થરા નજીક જિયો પેટ્રોલ પંપ સામે એક રીક્ષા પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો.રસ્તામાં અચાનક કુતરું આડે આવતા તેને બચાવવાના પ્રયાસમાં રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા વાહન પલ્ટી ગયું હતું. આ અકસ્માતમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉદરગઢા ગામના રહેવાસી વિરમભાઈ મનસુખભાઈ ઠાકોર (ઉંમર આશરે 42 વર્ષ)નું ઘટના સ્થળે જ મોત થયું હતું.મૃતક પોતાની દીકરી સવિતાબેનના તા. 8 મેના લગ્ન પ્રસંગ માટે પાટણથી કપડાં ખરીદી કરીને પરત ફ્રી રહ્યા હતા, ત્યારે આ કરૂણ ઘટના બની હતી. દીકરીના લગ્ન પહેલા જ પિતાનું અવસાન થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો છે.ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને થરા સ્થિત શાહ રેફ્રલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. થરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

