Banaskantha Rain News : ડીસામાં 4 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, ખેતરો જળબંબાકાર થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના ડીસામાં સપ્તાહના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ડીસામાં 4 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને ડીસામાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે, ડીસામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર ભારે અસર પડી છે, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે.
બનાસકાંઠામાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા છે, ગઠામણ પાટિયા નજીક હાઇવે પર ભરાતા વાહનચાલકો હેરાન થયા છે અને હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, પાણી ભરાવાના કારણે હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ છે, વરસાદને લઈ હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
બનાસકાંઠામાં ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં
બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, આબુથી અમદાવાદ અને અમદાવાદથી આબુ જતા લોકો ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાવાની સમસ્યાથી અકળાયા છે, હાઈવે પર ઢીંચણ સમા પાણી ભરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે, દર વરસાદમાં અમદાવાદ-બનાસકાંઠા હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે. વડગામના છાપી, ધરેવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સોસાયટીમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.
What's Your Reaction?






