Banaskantha Rain : ડીસામાં વરસાદની તોફાની બેટિંગ, વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. ડીસા શહેરમાં ગત મોડી રાત્રેથી ધોધમાર વરસાદ ખાબક્યો. ડીસા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના પગલે ડીસા શહેરના માળીવાસ, રિજમેન્ટ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું. વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા કરતા લોકોની ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે.
વરસાદી પાણી ભરાતા ડીસામાં લોકોને હાલાકી
દર વર્ષે ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ડીસામાં મેઘરાજા મહેરબાન થતા શહેરના માળીવાસ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા. આ વિસ્તારના લોકોએ પાણી ભરાવાની સમસ્યા મામલે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી. પાણી ભરાતા સોસાયટીના લોકો ઘરમાં રહેવા મજબૂર થાય છે. તેઓ પોતાની રોજિંદી જરૂરીયાત માટે બહાર નીકળી શકતા નથી. પાણીના કારણે ગંદકી થતા બીમારીઓનું પણ જોખમ રહે છે.
પાણીનો નિકાલ ના થતા સ્થાનિકોમાં રોષ
છતાં પણ પાલિકા દ્વારા પાણીના નિકાલને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ડીસાના એરપોર્ટ અને પિંક સીટીનું તમામ પાણી આ વિસ્તારમાં ભરાય છે. જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો વિદ્યાર્થીઓ અને વેપારીઓ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાતા ખેડૂતો ખેતીના કામ કરી શકતા નથી તેમજ વેપારીઓ અને બાળકો પણ ઘરની બહાર જઈ શકતા નથી. જણાવી દઈએ કે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD મુજબ આજે સમગ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદ અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
What's Your Reaction?






