Banaskantha News: અંબાજી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળા બાદ સરપંચની તબિયત લથડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે દેશ વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે, ત્યારે અંબાજી ગામનો સંપૂર્ણ વહીવટ અંબાજી ગ્રામ પંચાયત હસ્તક ચાલે છે. અંબાજી ગ્રામ પંચાયતમાં હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. આજે અંબાજી ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, પરંતુ આ સામાન્ય સભામાં હોબાળો થતાં સરપંચની હાલત ખરાબ થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગ્રામપંચાયતના સભ્યોએ સરપંચ પર વ્હાલાદવલાંની નીતિ રાખતા હોય તેવો આરોપ લગાવ્યો છે. ગ્રામસભામાં રજૂ કરવામાં આવેલા અમુક એજન્ડામા તીખી નોકઝોક પણ જોવા મળી હતી.
સરપંચની તબિયત લથડતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
અંબાજી પંચાયતની સામાન્ય ગ્રામસભામાં ગામના હિત અને વિકાસને લઈને તમામ સભ્યોએ સંમતિ આપી છે. આ ગ્રામસભામાં દબાણ મુદ્દે પણ ચર્ચા પણ કરવામાં આવી હતી જેમાં પોતાને ઘર મળે અને વળતર મળે તેવો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. આ ગ્રામસભામાં 13 એજન્ડા મૂકવામાં આવ્યા હતા અને સરપંચ અને ગ્રામપંચાયતના 18 સભ્યોની હાજર તેની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરપંચની નીતિને લઈને સભામાં ભારે હોબાળો થયો હતો. સામાન્ય સભામાં ઘણા એજન્ડા એવા હતા જેને લઈને સભ્યોમાં તકરાર થઈ હતી અને આથી સભામાં ભારે હોબાળા થયો હતો ત્યારબાદ હોબાળાના કારણે સરપંચની તબિયત લથડી હતી અને સરપંચને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સમસ્યાનો નિકાલ નહી લાવતાં થયો હોબાળો
ગ્રામપંચાયતના અમુક સભ્યોએ સરપંચની વ્હાલાદવાલાની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 10 નંબર વોર્ડની સમસ્યા સભ્ય દ્વારા સરપંચ અને સેક્રેટરીને રજૂઆત કરવા છતાં પણ કોઇ જ નિકાલ લાવવામાં આવ્યો નથી, જેને લઈે ગ્રામસભામાં ભારે હોબાળ થયો હતો. જેથી સરપંચની તબીયત ખરાબ થતાં તેમને સિવિલ હોસ્પિલ ખસેડવામાં આવ્યા હતા.
What's Your Reaction?






