Banaskantha News: મા અંબાના શરણે પહોંચી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા, દર્શન કરી થયાં ભાવુક, કહી આ મોટી વાત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જગતજનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરી હતી. અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ નૂપુર શર્મા ખૂબ જ ભાવુક નજરે પડ્યા હતા અને મા અંબાના દરબારમાં હાજરી આપવા બદલ પોતાની આંતરિક ખુશી વ્યક્ત કરી હતી.
મીડિયા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતા થયા ભાવુક
દર્શન બાદ મીડિયા સમક્ષ વાતચીત કરતા નૂપુર શર્મા અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 7 વર્ષથી અંબાજી આવવાનો સતત પ્રયાસ કરી રહી હતી, પરંતુ કોઈક કારણોસર આવી શકી ન હતી, પરંતુ આખરે આજે મા અંબાએ મને પોતાના દરબારમાં બોલાવી લીધી છે. મા અંબાનાં દિવ્ય દર્શન કરીને પોતાનું મન તૃપ્ત થઈ ગયું હોવાની લાગણી પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.
=" target="_blank">
=
દેશના કલ્યાણ અને શાંતિ માટે કરી વિશેષ પ્રાર્થના
અંબાજીના પવિત્ર પરિસરમાં મા અંબાની આરાધના કરી નૂપુર શર્માએ સમગ્ર દેશની જનતા માટે પ્રાર્થના કરી હતી. તેમણે પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે દેશની સમસ્ત જનતા પર મા અંબાની કૃપા સદાય વરસતી રહે અને સમગ્ર દેશમાં સુખ, શાંતિ તેમજ કલ્યાણ જળવાઈ રહે તેવી તેમણે અંબાજી સમક્ષ કામના કરી હતી.
આ પણ વાંચો: 29 October Top News: દિવાળી પર વીજ સંકટની અસર! કમોસમી વરસાદ પડવાની શક્યતા! સામુહિક આપઘાત પાછળનું કારણ શું?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

