Banaskantha News: થરાદ સાંચોર હાઈવે પર બે બાઈક અથડાયા, એકનું મોત નિપજ્યું, બે લોકોને ગંભીર ઈજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હાઈવે પર બેફામ સ્પીડે પસાર થનારા વાહન ચાલકો અકસ્માત સર્જી રહ્યાં હોવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. થરાદ સાંચોર હાઈવે પર ખોડા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ભેગા થયા હતાં.
ખોડા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા
બનાસકાંઠામાં થરાદ સાંચોર હાઈવે પર ખોડા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા હતાં. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ભેગા થયા હતાં. પોલીસે સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

