Banaskantha News: કોદરામ દૂધ મંડળીના વિવાદ અંગે ચેરમેનનું નિવેદન, પંખા દૂધ પી ગયા એવું કશું મેં કહ્યું જ નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં પશુપાલકોએ હોબાળો કર્યો છે. મંડળીમાં 11 લાખ રૂપિયાના દૂધની ઘટ મામલે હોબાળો મચી જવા પામ્યો છે. ગ્રામજનોએ દૂધના ભાવ વધારા મામલે હોબાળો મચાવ્યો છે.કોદરામ દૂધ મંડળીમાં 11 લાખના દૂધના જથ્થામાં ઘટ આવી હોવાનો પશુપાલકોએ આક્ષેપ કર્યો છે.પંખાના વાઈબ્રેશનને કારણે આ ઘટ આવી છે. પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ નહીં રહેતા આ ઘટ આવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મંડળીમાં સગવડ ન હોવાથી નફો થતો નથી
રવિવારે ગામમાં મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25 ટકા ભાવ વધારો જાહેર કર્યો હતો. આ ભાવ વધારો ઓછો હોવાથી તેને બહાલી આપવામાં આવી નહોતી. ગ્રામજનો આ ભાવ વધારાથી નારાજ થયા હતાં. બીજી બાજુ દૂધ મંડળીના ચેરમેને રજિસ્ટરમાં 11 લાખની દૂધની ઘટ દર્શાવી હોવાનો પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો. ચેરમેન ચેલા ચૌધરીએ કહ્યુ હતું કે, આ બધી ઉપજાઉ બાબતો છે.દૂધની કપાતના માત્ર 6 લાખ રૂપિયા છે.બીજા ડેરીની અગવડતાને લઈ અલગ અલગ દંડ મળ્યા છે.સત્તા માટે તડપડતા લોકો આ બધું કરે છે.
ફંડિંગમાંથી નફો આપવાનો કોઈ નિયમ નથી
ડિરેક્ટર શૈલેષ ચૌધરીએ કહ્યું હતું કે, મંડળીનું બિલ્ડીંગ પણ નથી બનાવવા દેતા.જુના બિલ્ડીંગને કારણે જ મોટા ભાગનો દંડ આવ્યો છે.મંડળીમાં સગવડ ન હોવાથી નફો થતો નથી. અમારી સામે ચૂંટણી લડનાર ખોટા મુદ્દા ઉભા કરે છે.પંખા દૂધ પી ગયા આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું જ નથી. ડેરીમાં દૂધની આવક થઈ એની સામે જે ખર્ચ થયો એમાંથી જે બચે એ નફો આપી શકાય ફંડિંગમાંથી નફો આપવાનો કોઈ નિયમ નથી.આ મુદ્દો જેને ઉભો કર્યો છે એ લોકો અમારી સામે અમે ડેરીનું મકાન નવું બનાવી રહ્યા છીએ તો અમારી સામે કેસ લડી રહ્યા છે
What's Your Reaction?






