Banaskantha વાવ પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જાણો રાજકીય સફર
ગુજરાતના બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કોંગ્રેસે વાવ વિધાનસભાને લઈ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે,ગુલાબસિંહ રાજપૂત અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂકયા છે અને તેઓનો પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છે,આજે આપણે જાણીશું કે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત કોણ છે. ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફરગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે.તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2019માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા.ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠાના મતદારોને લઈ સારુ પ્રભુત્વ ધરાવે છે સાથે સાથે તેઓ ગેનીબેન ઠાકોરના અંગત પણ જણાય છે. જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત 01-સુઈ ગામના અસારવા ગામના વતની 02- પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર 03-થરાદ પૂર્વ ધારાસભ્ય(2019 પેટા ચૂંટણી જીત્યા હતા) 04-યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા 05-2022 થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા જાતિય સમીકરણોને ધ્યાને રાખીને અપાઈ ટિકિટ કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે. વર્ષ 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કોંગ્રેસે વાવ વિધાનસભાને લઈ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે,ગુલાબસિંહ રાજપૂત અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂકયા છે અને તેઓનો પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છે,આજે આપણે જાણીશું કે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત કોણ છે.
ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર
ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે.તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2019માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા.ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠાના મતદારોને લઈ સારુ પ્રભુત્વ ધરાવે છે સાથે સાથે તેઓ ગેનીબેન ઠાકોરના અંગત પણ જણાય છે.
જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત
01-સુઈ ગામના અસારવા ગામના વતની
02- પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર
03-થરાદ પૂર્વ ધારાસભ્ય(2019 પેટા ચૂંટણી જીત્યા હતા)
04-યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા
05-2022 થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા
જાતિય સમીકરણોને ધ્યાને રાખીને અપાઈ ટિકિટ
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે. વર્ષ 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે.