Tapiના વ્યારામાં એટીએમ તોડી 40 લાખથી વધુની થઈ ચોરી, પોલીસ થઈ દોડતી

તાપીના વ્યારામાં એટીએમમાં તોડફોડ કરીને એટીએમમાં રહેલી રકમની ચોરી થઈ છે,રાત્રીના સમય દરમિયાન આ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં રૂપિયા 40 લાખથી વધુ રોકડ રકમની ચોરી કરવામાં આવી છે,કાનપુર વિસ્તારમાં આ ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા,બીજી તરફ ડોગ સ્કોર્ડની મદદથી હાલ તપાસ હાથધરવામાં આવી છે. તહેવાર નજીક આવતા બની ચોરીની ઘટના તહેવાર નજીક આવતાની સાથે ચોરીની ઘટનાઓ વધતી જાય છે ત્યારે કાનપુરમાં રૂપિયા 40 લાખથી વધુની રોકડ રકમની એટીએમ તોડીને ચોરી કરવામાં આવી છે,રાત્રીના સમયે આ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં આરોપીઓ દ્રારા એટીએમને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યું અને ચોરી કરવામાં આવી છે,સાથે સાથે સીસીટીવી પર કલર સ્પ્રે કરવામાં આવ્યું છે.નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં આવ્યા હતા તસ્કરો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બે એટીએમ મશીનમાં ચોરી તાપીના વ્યારામાં બે એટીએમ મશીનમાં ચોરી થવાની ઘટના બની છે જેને લઈ પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ ગયા છે.રાત્રીના સમયે ચોરીની ઘટના બનવાથી સ્થાનિકોમાં પણ રોશ જોવા મળ્યો છે.ત્યારે પોલીસે હાલમાં ડીવીઆર જપ્ત કર્યું છે અને વધુ તપાસ હાથધરી છે,બેંકના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું છે.પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,પોલીસને શંકા છે કે મહારાષ્ટ્ર તરફથી આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હોય. પોલીસ પેટ્રોલિંગ નથી કરતી ? રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ કરતી નથી એવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યાં છે,ત્યારે પોલીસની કામગીરી પર શંકા થઈ રહી છે,તહેવારોના સમયે વધુમા વધુ ચોરીની ઘટનાઓ બનતી હોય છે,ત્યારે આટલી મોટી ચોરીનો ભેદ પોલીસ કયારે ઉકેલે છે તે જોવાનું રહ્યું,નાના ડીટેકશનમાં વાહ-વાહ મેળવતી પોલીસ હવે મોટું ડીટેકશન જલદીથી કરે તે જરૂરી બન્યું છે.  

Tapiના વ્યારામાં એટીએમ તોડી 40 લાખથી વધુની થઈ ચોરી, પોલીસ થઈ દોડતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપીના વ્યારામાં એટીએમમાં તોડફોડ કરીને એટીએમમાં રહેલી રકમની ચોરી થઈ છે,રાત્રીના સમય દરમિયાન આ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં રૂપિયા 40 લાખથી વધુ રોકડ રકમની ચોરી કરવામાં આવી છે,કાનપુર વિસ્તારમાં આ ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા,બીજી તરફ ડોગ સ્કોર્ડની મદદથી હાલ તપાસ હાથધરવામાં આવી છે.

તહેવાર નજીક આવતા બની ચોરીની ઘટના

તહેવાર નજીક આવતાની સાથે ચોરીની ઘટનાઓ વધતી જાય છે ત્યારે કાનપુરમાં રૂપિયા 40 લાખથી વધુની રોકડ રકમની એટીએમ તોડીને ચોરી કરવામાં આવી છે,રાત્રીના સમયે આ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં આરોપીઓ દ્રારા એટીએમને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યું અને ચોરી કરવામાં આવી છે,સાથે સાથે સીસીટીવી પર કલર સ્પ્રે કરવામાં આવ્યું છે.નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં આવ્યા હતા તસ્કરો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.


બે એટીએમ મશીનમાં ચોરી

તાપીના વ્યારામાં બે એટીએમ મશીનમાં ચોરી થવાની ઘટના બની છે જેને લઈ પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ ગયા છે.રાત્રીના સમયે ચોરીની ઘટના બનવાથી સ્થાનિકોમાં પણ રોશ જોવા મળ્યો છે.ત્યારે પોલીસે હાલમાં ડીવીઆર જપ્ત કર્યું છે અને વધુ તપાસ હાથધરી છે,બેંકના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું છે.પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,પોલીસને શંકા છે કે મહારાષ્ટ્ર તરફથી આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હોય.

પોલીસ પેટ્રોલિંગ નથી કરતી ?

રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ કરતી નથી એવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યાં છે,ત્યારે પોલીસની કામગીરી પર શંકા થઈ રહી છે,તહેવારોના સમયે વધુમા વધુ ચોરીની ઘટનાઓ બનતી હોય છે,ત્યારે આટલી મોટી ચોરીનો ભેદ પોલીસ કયારે ઉકેલે છે તે જોવાનું રહ્યું,નાના ડીટેકશનમાં વાહ-વાહ મેળવતી પોલીસ હવે મોટું ડીટેકશન જલદીથી કરે તે જરૂરી બન્યું છે.