Banaskantha: ડીસામાં 80 લાખની લૂંટ મામલે LCBએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા

બનાસકાંઠાના ડીસામાં રૂપિયા 80 લાખની લૂંટ મામલે LCBને મોટી સફયળતા મળી છે. ડીસાની લાલચાલી વિસ્તારમાંથી 80 લાખ રૂપિયાની લૂંટમાં સામેલ 3 આરોપીઓને LCBએ ઝડપી લીધા. મળતી માહિતી મુજબ, ડીસાના લાલચાલી વિસ્તારમાં 80 લાખની લૂંટની ઘટના બની હતી. આ 80 લાખની લૂંટમાં LCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેવામાં LCBએ લૂંટારા ગેંગના 3 આરોપીને ઝડપી પાડ્યાં છે. LCBએ આરોપી પ્રકાશ રાવળ, અરવિંદ રાવળ અને પ્રેમ બારોટને ઝડપી પાડ્યાં છે. 80 લાખની લૂંટ કરીને આરોપીઓ જોધપુર ભાગી ગયાં હતા. જોકે, LCBએ લોકેશન, કોલ ડીટેલ અને ટેકનિકલ સર્વલેસને આધારે જોધપુરથી ઝડપી પાડ્યા છે.શું હતો સમગ્ર મામલો?બનાસકાંઠાના ડીસાની લાલચાલી વિસ્તારમાંથી રિવોલ્વોરની અણીએ આંગડિયા કર્મચારી સાથે 80 લાખની લૂંટ કરી આરોપીઓ ભાગ્યા હતા. સવારના સમયે ડીસા ના ભરચક વિસ્તારમાં 2 શખ્સો બંદૂકના નાળચે લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. ડીસામાં આવેલી એચ.એમ.આંગડિયા પેઢીનો કર્મચારી સવારના સાડા નવ વાગ્યા આસપાસ લાલચાલી વિસ્તારમાથી એક્ટિવા પર 80 લાખની રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક આવેલા બે શખ્સોએ રિવોલ્વર બતાવીને રોકડ લઈને જતાં આંગડિયાના કર્મચારીને આંતરી લીધો હતો. તેની પાસે બેગમાં રહેલી 80 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.80 લાખની લૂંટ મામલે પોલીસની કાર્યવાહીનોંધનીય છે કે, આંગડિયા પેઢીના સંચાલક દ્વારા ડીસા પોલીસને જાણ કરવામાં આવતા ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે અત્યારે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે આઠ ટીમો બનાવીને અલગ અલગ સ્થળો પર નાકાબંધી કરી દીધી હતી. જેથી LCBએ લોકેશન, કોલ ડિટેલ અને ટેકનિકલ સર્વલેસ ને આધારે જોધપુરથી ધરપકડ કરવામાં આવી છે.

Banaskantha: ડીસામાં 80 લાખની લૂંટ મામલે LCBએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના ડીસામાં રૂપિયા 80 લાખની લૂંટ મામલે LCBને મોટી સફયળતા મળી છે. ડીસાની લાલચાલી વિસ્તારમાંથી 80 લાખ રૂપિયાની લૂંટમાં સામેલ 3 આરોપીઓને LCBએ ઝડપી લીધા.

મળતી માહિતી મુજબ, ડીસાના લાલચાલી વિસ્તારમાં 80 લાખની લૂંટની ઘટના બની હતી. આ 80 લાખની લૂંટમાં LCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેવામાં LCBએ લૂંટારા ગેંગના 3 આરોપીને ઝડપી પાડ્યાં છે. LCBએ આરોપી પ્રકાશ રાવળ, અરવિંદ રાવળ અને પ્રેમ બારોટને ઝડપી પાડ્યાં છે. 80 લાખની લૂંટ કરીને આરોપીઓ જોધપુર ભાગી ગયાં હતા. જોકે, LCBએ લોકેશન, કોલ ડીટેલ અને ટેકનિકલ સર્વલેસને આધારે જોધપુરથી ઝડપી પાડ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

બનાસકાંઠાના ડીસાની લાલચાલી વિસ્તારમાંથી રિવોલ્વોરની અણીએ આંગડિયા કર્મચારી સાથે 80 લાખની લૂંટ કરી આરોપીઓ ભાગ્યા હતા. સવારના સમયે ડીસા ના ભરચક વિસ્તારમાં 2 શખ્સો બંદૂકના નાળચે લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. ડીસામાં આવેલી એચ.એમ.આંગડિયા પેઢીનો કર્મચારી સવારના સાડા નવ વાગ્યા આસપાસ લાલચાલી વિસ્તારમાથી એક્ટિવા પર 80 લાખની રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક આવેલા બે શખ્સોએ રિવોલ્વર બતાવીને રોકડ લઈને જતાં આંગડિયાના કર્મચારીને આંતરી લીધો હતો. તેની પાસે બેગમાં રહેલી 80 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.

80 લાખની લૂંટ મામલે પોલીસની કાર્યવાહી

નોંધનીય છે કે, આંગડિયા પેઢીના સંચાલક દ્વારા ડીસા પોલીસને જાણ કરવામાં આવતા ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે અત્યારે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે આઠ ટીમો બનાવીને અલગ અલગ સ્થળો પર નાકાબંધી કરી દીધી હતી. જેથી LCBએ લોકેશન, કોલ ડિટેલ અને ટેકનિકલ સર્વલેસ ને આધારે જોધપુરથી ધરપકડ કરવામાં આવી છે.