Botadમા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંપન્ન
બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે પ્રજાકીય પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. તેમજ આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરે તાકીદ કરી હતી.અધિકારીઓ રહ્યાં હાજર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભાર્ગવભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બોટાદ તાલુકાના ગામોમા દીવાલોને સુંદર રીતે સજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બોટાદ તાલુકાના સમઢીયાળા-2 અને ચકમપર સહિતના ગામોમાં માસીક સ્ત્રાવના કચરાનો યાગ્ય નિકાલ કરી શકાય તે માટેના સૂત્રો અને ભીંતચીત્રો દોરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વચ્છ ભારત-હરિયાળુ ભારત, સ્વચ્છતા ત્યાં પ્રભુતા સહિતના સૂત્રોને અંકિત કરી, ગ્રામલોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે અને ખાસ કરીને સેનેટરી પેડ અંગે જાગૃતતા આવે તે માટે સુંદર કામગીરી કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -