Banaskantha: અમીરગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Jun 21, 2025 - 18:00
Banaskantha: અમીરગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમીરગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમીરગઢ તાલુકામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે.હવામાન વિભાગ દ્વારા 21 થી 23 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાજી વરસાદ પડતાં બજારોમાં પાણી વહેતા થયા હતા. અંબાજી, દાંતા, હડાદના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ માહોલ જોવા મળ્યો છે. ખેતી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 20.33 ટકા વરસાદ વરસ્યો

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડતા બજારોમાં પાણી વહેતા થયા હતા. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અંબાજી વરસાદ પડતાં બજારોમાં પાણી વહેતા થયા હતા. વરસાદના પગલે બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. વરસાદી પાણી ભરાતા હાલમાં રાજ્યમાં 59 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 3 સ્ટેટ હાઈવે, 51 પંચાયત હસ્તકના રોડ બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધુ 20.33 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 8.18 ટકા વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં 12.40 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 15.59 ટકા વરસાદ વરસ્યો તો કચ્છમાં 17.61 ટકા વરસાદ વરસ્યો છે.

 સરેરાશ 14.68 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 14.68 ટકા વરસાદ નોંધાયો. સિઝનના 15 ટકા વરસાદમાં જ જળાશયોના જળસ્તરમાં વધારો થતા 14 જળાશય હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં 10 જળાશય એલર્ટ પર અને 10 વોર્નિંગ પર રખાયા છે. ચોમાસાની પહેલી સિઝનના વરસાદમાં રાજ્યમાં 8 જળાશયમાં 100% ટકા પાણીની આવક થઈ છે. હવે જો ભારે વરસાદ આવે તો આ જળાશયોનું જળસ્તર વધુ જોખમી બની શકે છે. તેને લઈને NDRFની 13, SDRFની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાતા હાલ 59 જેટલા રસ્તાઓ બંધ છે જ્યારે 3 સ્ટેટ હાઈવે અને 51 પંચાયત હસ્તકના રોડ બંધ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0